દુનિયામાં હાલમાં ૪૫૯ પરમાણુ રિયેક્ટર રહેલા છે. ભારતની વાત કરવામાં આવે તો ભારતમાં ૨૨ અને ચીનમાં ૪૮ પરમાણુ રિયેક્ટર રહેલા છે. અમેરિકામાં પરમાણુ રિયેક્ટરની સંખ્યા સૌથી વધારે છે. ઉદ્યોગ સંસ્થા ધ વર્લ્ડ ન્યુક્લિઅર એસોસિએશનનુ કહેવુ છે કે પરમાણુ ઉર્જા વિજળી પેદા કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. હવે આધુનિક ટેકનોલોજીના માધ્યમથી પરમાણુ દુર્ગઘટના થવાનો સિલસિલો પણ ઓછો થઇ ગયો છે.
હાલના આકડા પર નજર કરવામાં આવે તો દુનિયા માં ૫૦ પરમાણુ રિયેક્ટરનુ નિર્માણ કામ ચાલી રહ્યુ છે. જેમાં સૌથી વધારે નિર્માણાધીન રિયેક્ટર ચીનમાં રહેલા છે. પરમાણુ ઉર્જા સામાન્ય રીતે ખોટા કારણોથી ચર્ચામાં રહે છે. ચેર્નોબિલ અને ફુકુસીમાની ઘટના બાદ પરમાણુ પ્લાન્ટ ખાતે સાવધાની વધારી દેવામાં આવી રહી છે.
જળવાયુ પરિવર્તનને ઘટાડી દેવા માટે દુનિયા જીવાશ્મ ફ્યુઅલ પર આધારને ઘટાડી દેવા પર કામ કરી રહી છે. કેટલાક લોકો નક્કરપણે માને છે કે પરમાણુ ઉર્જા પ્રત્યક્ષ રીતે કાર્બન ડાયોક્સાઇડનુ ઉત્પાદન કરતા નથી. જળવાયુ પરિવર્તનના રિપોર્ટ મુજબ વિજળી માટે પરમાણુ ઉર્જાનો ઉપયોગ કરીને દુનિયા ૨૦૫૦ સુધી ગ્લોબલ વૉર્મિંગ ને ૧.૫ ટકા સુધી મર્યાદિત કરી શકે છે.
ગયા વર્ષે ચીનની ક્ષમતામાં વૃદ્ધિ કરવા અને જાપાનના ચાર રિયેક્ટર ફરીથી શરૂ કરવાથી વૈશ્વિક પરમાણુ ઉર્જા ઉત્પાદનમાં ફરી એકવાર પહેલાના સ્તર સુધી પહોંચી જશે. હાલમાં દુનિયામાં ૪૪૯ પરમાણુ રિયેક્ટર રહેલા છે. ભારતમાં ૨૨ પરમાણુ રિયેક્ટર રહેલા છે. જેમાં ૬૭૮૦ મેગાનવોટ અને ૩૦૨૯૨ ગીગાવોટ વિજળી ઉત્પાદન થાય છે. ૧૧ રિયેક્ટર નિર્માણ હેઠળ છે. અમેરકામાં સૌથી વધારે ૯૮ પરમાણુ રિયેક્ટર રહેલા છે. જેમની ક્ષમતા ૯૭૫૬૫ રહેલી છે. ફ્રાન્સમાં ૫૮ પરમાણુ રિયેક્ટર છે. ચીનની પાસે ૪૮ અને જાપાનની પાસે ૩૭ પરમાણુ રિયેક્ટર રહેલા છે.