નેશનલ સીક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (એનએસડીએલ)એ મુંબઈ, અમદાવાદ, ચેન્નાઈ, દિલ્હી, ગૌહાટી, કોલકાતા, મેંગાલુરુ, સિંધુદુર્ગ અને થાણેમાં શાળાના વિદ્યાર્થીઓ સુધી પહોંચવા વિશેષ અભિયાન ‘ચલો, સ્કૂલ ચલે’ શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમની શરૂઆત મુંબઈમાં અગરકર નાઇટ સ્કૂલ અને વરલી નાઇટ સ્કૂલમાં થઈ હતી તથા શાહાપુર, પાલઘર જેવા અર્ધશહેરી વિસ્તારોમાં શરૂ કરવામાં આવશે અને પછી અન્ય શહેરોમાં હાથ ધરવામાં આવશે.
આ અભિયાન અંતર્ગત એનએસડીએલ વિદ્યાર્થીઓની મૂળભૂત શૈક્ષણિક જરૂરિયાતો પૂર્ણ કરવા વંચિત વિદ્યાર્થીઓને સ્કૂલ કિટ પ્રદાન કરશે. આ કિટ ધોરણ 1થી 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની શૈક્ષણિક જરૂરિયાતો પૂર્ણ કરવા એનએસડીએલ દ્વારા ખાસ ડિઝાઇન કરેલી છે, જેમાં બેગ, નોટબુક, કમ્પાસ બોક્ષ, પેન્સિલ વગેરે જેવી આવશ્યક ચીજવસ્તુઓ સામેલ છે.
લાભાર્થીઓ વિશે:
એનએસડીએલ સૌથી વધુ લાયકાત ધરાવતા અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ટેકો આપવાનો પ્રયાસ કરે છે, જેઓ નબળી સામાજિક-આર્થિક સ્થિતિ ધરાવે છે. એનએસડીએલ સરકારી શાળાઓ, સરકારી સહાય ન મેળવતી કે આંશિક સહાય મેળવતી શાળાઓ તથા સમુદાયિક સંગઠનો/ટ્રસ્ટ/બિનસરકારી સંસ્થાઓ વગેરે દ્વારા સંચાલિત શાળાઓ સુધી પહોંચી છે. શાળાઓ અને વિદ્યાર્થીઓની પસંદગી કરવાના સમયે વિદ્યાર્થીઓની સામાજિક-આર્થિક સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવે છે.