ગુવાહાટી : જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે આસામમાં એનઆરસીની અંતિમ યાદી આજે સવારે જારી કરવામાં આવી હતી. અંતિમ યાદીમાં ૧૯ લાખ લોકો સ્થાન મેળવી શક્યા નથી. આ લોકો યાદીમાં સ્થાન મેળવી લેવામાં સફળ ન રહેતા તેમનામાં બેચેની અને નારાજગી વધી ગઇ છે. એનઆરસીની અંતિમ યાદી જાહેર કરવામાં આવી ચુકી છે. એનઆરસી શુ છે તે નીચે મુજબ છે.
- એનઆરસી કોઇ પણ રાજ્યમાં કાયદાકીય રીતે રહેતા નાગરિકોના રેકોર્ધ તરીકે છે. પ્રથમ વખત એનઆરસી ૧૯૫૧માં તૈયાર કરવામાં આવી હતી
- ૧૯૮૦ની આસપાસ આસામમાં ગેરકાયદે વિદેશી લોકોની વધતી જતિ ગતિવિધીઓ બાદ એનઆરસીને અપડેટ કરવા માટેની માંગ ઉઠી હતી
- ઓલ આસામ સ્ટુડન્ટ યુનિયન અને આસામ ગણ પરિષદની તરફથી એનઆરસીના નવીનીકરણની માંગને લઇને વર્ષ ૧૯૮૦માં કેન્દ્ર સરકારને એક આવેદનપત્ર સોંપવામાં આવ્યુ હતુ. બાંગ્લાદેશમાંથી આસામમાં આવી રહેલા ગેરકાયદે પ્રવાસીઓથી આસામની સંસ્કૃતિનુ રક્ષણ કરવા માટે આ આવેદનપત્ર સોંપવામા આવ્યા બાદ આ દિશામાં વધારે પહેલ થઇ હતી
- વર્, ૨૦૦૫માં તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિહના નેતત્વમાં થયેલી એક સમિક્ષા બેઠકમાં એનઆરસીને અપડેટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો
- વર્ષ ૨૦૧૦માં એનઆરસીને અપડેટ કરવાના પાયલોટ પ્રોજેક્ટને એ વખતે અચાનક રોકી દેવાની ફરજ પડી હતી જ્રે બારપેટામાં આને લઇને હિંસાની શરૂઆત થઇ હતી અને ચાર લોકોના મોત થઇ ગયા હતા
- ત્યારબાદ વર્ષ ૨૦૧૫માં આવેદનપત્ર માંગવામાં આવ્યા હતા. આ ગાળા દરમિયાન ૬.૬ કરોડ આવેદનપત્ર મળ્યા હતા. જેમાંથી ૩.૨૯ કરોડ લોકોના નામ નોંધવા માટે અરજી આપવામાં આવી હતી