નવીદિલ્હી : પ્રોવિડંડ ફંડના ગ્રાહકોને પોતાની બચતની રકમ ઇકવીટી, ડેટ અથવા તો આ બંનેના કોમ્બિનેશન માં રાખવાની સુવિધા ટૂંક સમયમાં જ મળી શકે છે. શ્રમ મંત્રાલય દ્વારા એક પોલિસી ઉપર કામ ચાલી રહ્યું છે જે મૂડીરોકાણ ઉપર મુકવામાં આવેલી મર્યાદાઓને દૂર કરશે. નેશનલ પેન્શન સ્કીમની જેમ જ આ દિશામાં આગળ વધવામાં આવશે.
એમ્પ્લોઇઝ પ્રોવિડંડ ફંડ ઓર્ગેનાઇઝેશનના પાંચ કરોડ ગ્રાહકોને વધારે રિટર્ન હાસલ કરવા માટે પોતાના ઇચ્છા મુજબ મૂડીરોકાણની પેટર્ન પસંદ કરવાની તક મળશે. ગ્રાહકોને ગવર્નમેન્ટ સિક્યુરિટી, ડેટ ઈન્સ્ટુમેન્ટ , ઇકવીટી ઇન્વેસ્ટમેન્ટ, મની માર્કેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટમાં રોકાણ કરવાના વિકલ્પ કરશે.
નેશનલ પેન્શન સ્કીમ હેઠળ તેના સક્રિય કસ્ટમરોને ચારમાંથી કોઇમાં પણ ઇચ્છિત પ્રમાણમાં મૂડીરોકાણ કરવાની તક આપવામાં આવે છે. આમા ઓવરઓલ કેપનું ધ્યાન રાખવામાં આવે છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, શ્રમ મંત્રાલય દ્વારા ઇપીએફઓના ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન ઉપર એક ડ્રાફ્ટ પોલિસી તૈયાર કરી છે જે હેઠળ તેની યોજના ગ્રાહકોને એવી સ્વતંત્રતા આપશે કે તે જ્યાં ઇચ્છે ત્યાં પોતાની ઇચ્છા મુજબ રોકાણ કરી શકશે. ગ્રાહકો જેટલા જોખમ ઉઠાવવા માટે તૈયાર છે. જેટલા રિટર્નની આશા રાખી રહ્યા છે. તે મુજબ ઇચ્છે તો સમગ્ર રકમ ઇકવીટીમાં રોકાણ કરી શકશે. કેટલાક હિસ્સાને ઇકવીટીમાં રોકી શકશે અથવા તો પૂર્ણ રકમને સરકારી સિક્યુરિટીમાં અથવા તો બોન્ડમાં રોકી શકાશે. આ ડ્રાફ્ટ સાથે સંબંધિત બાબતને લઇને જુદા જુદા પક્ષોના અભિપ્રાય મેળવવામાં આવી રહ્યા છે. તમામના અભિપ્રાય મેળવી લીધા બાદ આને અંતિમ રુપ આપવામાં આવશે.
અધિકારીઓના કહેવા મુજબ આ પ્રસ્તાવના બે ફાયદા થશે. અધિકારીઓના કહેવા મુજબ ગ્રાહકોને વધારે સુવિધા મળી શકશે. બીજી બાજુ ઇકોનોમીના પ્રોડક્ટીવ સેક્ટર માટે લોંગ ટર્મ રિસોર્સ મળશે. હાલમાં નાણામંત્રાલય ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન નોટિફાઇ કરે છે તેમાં નોન ગવર્નમેન્ટ ફંડ, ગ્રેજ્યુએટી ફંડ માટે દરેક મર્યાદા ઉપર મૂડીરોકાણની એક મર્યાદા નક્કી કરાઈ છે. પહેલી એપ્રિલ ૦૧૫થી અમલી કરવામાં આવેલી પેટર્ન મુજબ પીએફની રકમ પૈકી ૫૦ ટકા હિસ્સો ગવર્નમેન્ટ સિક્યુરિટીમાં, ૪૫ ટકા રકમ ડેટ ઇન્સ્ટ્રુમેન્ટમાં, ૧૫ ટકા રકમ ઇકવીટીમાં અને ૫-૫ ટકા રકમ મની માર્કેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટમાં રોકી શકાય છે. હાલમાં તમામ ગ્રાહકોની પીએફ બચત માટે રોકાણ આ પેટર્નથી કરવામાં આવે છે. આ સંબંધમાં ગ્રાહકોની પસંદગીનો કોઇ પ્રશ્ન રહેતો નથી. પીએફ સેવિંગ્સ ઉપર વાર્ષિક રિટર્ન ૮.૫ ટકાથી વધારે છે પરંતુ આ નેશનલ પેન્શન સ્કીમથી મળનાર આશરે ૧૦ ટકા રિટર્નથી ઓછી રકમ છે. એમપીએસમાં ગ્રાહકોની પાસે પોતાના યોગદાનના ૫૦ ટકા હિસ્સા સુધી ઇકવીટીમાં મૂડીરોકાણ કરવાની તક મળે છે. નવા પગલાથી ગવર્નમેન્ટ સિક્યુરિટી અને ડેટ ઇન્સ્ટ›મેન્ટથી મળનાર રિટર્ન છેલ્લા કેટલાક વર્ષોમાં ઇકવીટી ઇન્વેસ્ટમેન્ટની સરખામણીમાં ઓછા રહેવાને ધ્યાનમાં લઇને લેવામાં આવ્યો છે. ગવર્નમેન્ટ સિક્યુરિટી અને ડેટ ફંડ દ્વારા આશરે સાત ટકા વાર્ષિક રિટર્ન આપવામાં આવે છે. ઇપીએફઓ હેઠળ ઇકવીટી ઇન્વેસ્ટમેન્ટ પર રિટર્ન વર્ષ ૦૧૫માં તેના શરૂ થયા બાદથી ૧૬ ટકાથી વધારે રહ્યો છે.