ઉત્તરપ્રદેશમાં જોરદાર રાજકીય ઘમસાણની સ્થિતી હાલમાં પ્રવર્તી રહી છે. ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવે યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ભાજપ સરકારની હાલમાં જોરદાર ઝાટકણી કાઢી છે. કારણ કે તેમને અલ્હાબાદ યુનિવર્સિટીના કાર્યક્રમમાં જતા રોકી દેવામાં આવ્યા હતા. અખિલેશને મંગળવારના દિવસે લખનૌ વિમાનમથક પર એ વખતે રોકી લેવામાં આવ્યા હતા જ્યારે તેઓ અલ્હાબાદ યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે જઇ રહ્યા હતા. સમાજવાદી પાર્ટીના વડાએ આક્ષેપ કરતા કહ્યુ છે કે રાજ્ય સરકાર તેમનાથી ખુબ ભયભીત થઇ ગઇ છે. પરંતુ અખિલેશને આક્ષેપ કરતા પહેલા ભુતકાળને યાદ કરી લેવાની જરૂર છે. અખિલેશ જ્યારે રાજ્યના મુખ્યપ્રધાન હતા ત્યારે તેમના દ્વારા પણ અખિલેશ સાથે આવુ જ વર્તન કરવામાં આવ્યુ હતુ.
નવેમ્બર ૨૦૧૫માં જ્યારે યોગી આદિત્યનાથ ગોરખપુરના સાંસદ તરીકે હતા ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન રહેલા અખિલેશ યાદવે યોગીને રોકી દીધા હતા. એ વખતે સપા સરકારે યોગીને અલ્હાબાદ યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે જતા રોકી દેવામાં આવ્યા હતા. યોગીને મિર્ઝાપુરમાં રોકી દેવામાં આવ્યા હતા. ઉપરાંત ભાજપના બે અન્ય સાંસદ કેશવ પ્રસાદ મોર્ય અને વિનોદ સોનકરને પણ યુનિવર્સિટીના કાર્યક્રમમાં ઘુસવાથી રોકી દેવામાં આવ્યા હતા. એ વખતે પણ સરકારે એવુ કારણ આપ્યુહતુ કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતી વણસી શકે છે. સામાન્ય રીતે નેતાઓને વિદ્યાર્થી સંઘના કાર્યક્રમમાં જતા રોકવામાં આવે છે. આના માટે કારણ સ્થિતી વણસી જવાનુ આપવામાં આવે છે. ઇતિહાસ સાક્ષી છે કે કેટલીક વખત આવા કાર્યક્રમમાં મારામારી પણ થાય છે. પોલીસની સાથે વિદ્યાર્થીઓની ઝપાઝપી પણ થાય છે. આવી સ્થિતીમાં જ્યારે પ્રયાગરાજમાં કુંભ મેળાનુ આયોજન કરવામાં આવ્યુ છે ત્યારે સ્થિત વણસી શકે છે. કુંભ મેળામાં હાલમાં ૨૫ લાખ લોકો દરરોજ પહોંચી રહ્યા છે.
રાજ્ય સરકાર આ આયોજનથી સમગ્ર વિશ્વમાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને આકર્ષિત કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે. વહીવટી તંત્રનુ કહેવુ છે કે એકબાજુ કુંભમાં પુરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આવી સ્થિતીમાં અખિલેશને સુરક્ષા આપવા માટેની બાબત ચિંતાજનક રહી હોત. રાજ્ય સરકારને પ્રહાર કરવાની બાબત સમજી શકાય છે જા કે અખિલેશ યાદવને સમગ્ર વિશ્વન સમક્ષ પ્રદેશની છાપ ખરાબ કરવાના પ્રયાસ કરવા જાઇએ નહીં. અખિલેશ પોતે છેલ્લા કેટલાક સમયથી શાસનમાં રહી ચુક્યા છે. કુંભ મેળાને લઇને જોરદાર આયોજન ચાલી રહ્યુ છે. દેશવિદેશથી મહેમાનો પહોંચી રહ્યા છે. આવી સ્થિતીમાં રાજ્યની પ્રતિષ્ઠા ખરડવાની કોશિશ કરવામાં આવે તે જરૂરી છે. ઉત્તર પ્રદેશમાં સરકાર સ્થિતીને આદર્શ કરવાના પ્રયાસ કરી રહી છે. કુંભ જારી છે ત્યારે સ્થિતી લાખો લોકો ત્યાં રોકાયેલા છે.