નર્મદામાં હવે વાઇફાઇ અને રિવર રાફ્ટીંગ સુવિધા રહેશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ :   પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે વધુ સુવિધાઓ ઉમેરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે હવે ગુજરાતના પ્રવાસીઓ રિવર રાફ્ટિગનો રોમાંચ માણવા માટે રાજ્ય બહાર જતા હોય છે. પરંતુ ગુજરાતના રિવર રાફ્ટિગના શોખીનો માટે સારા સમાચાર છે. રાજ્ય સરકાર દ્વારા નર્મદા નદી ખાતે રિવર રાફ્ટિગની સુવિધાનો પ્રારંભ કરાવ્યો છે. રાજ્યમાં પહેલીવાર આ પ્રકારની સુવિધા શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે શનિવારે આ સુવિધાનો પ્રારંભ કરાવ્યો હતો. જેનો લાભ પ્રવાસીઓને ૧લી સપ્ટેમ્બરથી મળશે.

રિવર રાફ્ટિગ ૫ કિ.મી. વિસ્તારમાં હશે. જે ગોડબોલે ગેટથી સૂર્યકૂંડ સુધી હશે. સાથે સાથે રિવર રાફ્ટીંગ ઉપરાંત પ્રવાસીઓ માટે વાઇફાઇની સુવિધા પણ વિનામૂલ્યે ઉપલબ્ધ બનાવવામાં આવશે. આ સુવિધાનો પ્રારંભ કરાવતી વખતે રૂપાણીએ પ્રવાસીઓ આગામી દિવાળી કેવડિયામાં ઉજવે અને પ્રકૃતિ તથા સાહસિક પ્રવાસનનો આનંદ માણે તેવો અનુરોધ કર્યો હતો. આ સુવિધા મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષશે. આ સુવિધાનો પ્રારંભ નર્મદા નદીના કાંઠે આવેલા ખલવાણી ગામેથી કરવામાં આવ્યો છે.

રિવર રાફ્ટિગ ૫ કિ.મી. વિસ્તારમાં હશે. જે ગોડબોલે ગેટથી સૂર્યકૂંડ સુધી હશે. રૂપાણીએ જણાવ્યું હતું કે, આ સુવિધાનો વિકાસ ઉત્તરાખંડના નિષ્ણાતોની મદદથી કરવામાં આવ્યો છે. આ સ્થળે બારેમાસ ૬૦૦ ક્યુસેક્સ જેટલો જળ પ્રવાહ રહે છે, એટલે યુવાનો રેપીડ અને એક્સાઇટિંગ રાફટિંગની મઝા માણી શકશે અને સાહસિકતાના પાઠો શીખશે. નદીના વળાંકોને લીધે રાફટિંગ  આનંદપ્રદ બની રહેશે. આ જગ્યા જંગલોથી ઘેરાયેલી હોવાથી પ્રકૃતિ શિક્ષણનું કેન્દ્ર બનશે.

Share This Article