નવી દિલ્હી : નૌકા સેનાના પ્રમુખ એડમિરલ સુનિલ લાંબાએ આજે પુલવામા હુમલા પર પાકિસ્તાનના નામનો ઉલ્લેખ કર્યા વગર આકરા પ્રહાર કર્યા હતા. લાંબાએ કહ્યું હતું કે, ભારતને અસ્થિર કરવાની ઇચ્છા ધરાવનાર એક દેશથી સહાયતા મેળવીને કટ્ટરપંથીઓ તરફથી આ હુમલ કરવામાં આવ્યો હતો. નૌકા સેનાના વડાએ કહ્યું હતું કે, દરિયાઈ માર્ગ મારફતે બીજીરીતે ભારતમાં ત્રાસવાદી હુમલા કરવા માટે ત્રાસવાદીઓને ટ્રેનિંગ મળી ગઈ હોવાના અહેવાલ આવી રહ્યા છે. નૌકા સેના પ્રમુખે દરિયાઈ માર્ગ મારફતે હુમલાને અંજામ આપવાની આસંકા વ્યક્ત કરતા કહ્યું હતું કે, એવા અહેવાલ આવી રહ્યા છે કે, ત્રાસવાદીઓ દરિયાઈ માર્ગ સહિત જુદી જુદી રીતે હુમલાને અંજામ આપવા ટ્રેનિંગ લઇ રહ્યા છે.
પુલવામામાં ૧૪મી ફેબ્રુઆરીના દિવસે જૈશ દ્વારા કરવામાં આવેલા આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થયા હતા. મુંબઈ હુમલાને અંજામ આપવા માટે આતંકવાદીઓએ દરિયાઈ માર્ગનો ઉપયોગ કર્યો હતો. હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં સંરક્ષણ ક્ષેત્ર સાથે જાડાયેલા વૈશ્વિક નિષ્ણાતો અને રાજકીય લોકોને સંબોધતા નૌકા સેનાના વડાએ કહ્યું હતું કે, આતંકવાદ હવે વૈશ્વિક પડકાર તરીકે છે. હાલના વર્ષોમાં અનેક પ્રકારના આતંકવાદી હુમલાઓ થઇ ચુક્યા છે. વિશ્વના આ હિસ્સામાં કેટલાક દેશના ત્રાસવાદીઓ ઘુસ્યા છે અને હુમલા કરી શક્યા છે. આતંકવાદ વૈશ્વિક પડકાર તરીકે છે.
હાલના વર્ષોમાં ત્રાસવાદીઓ દ્વારા જે વૈશ્વિક વલણ અપનાવ્યું છે તેનાથી ખતરો વધી ગયો છે. નૌકા સેનાના વડાએ કહ્યું હતું કે, ભારતમાં વિતેલા વર્ષોમાં નિર્દોષ નાગરિકોને ટાર્ગેટ બનાવીને હુમલાઓ કરવામાં આવ્યા છે. ભારતને ગંભીર પ્રકારના આતંકવાદનો સામનો કરવો પડ્યો છે. ત્રણ સપ્તાહ પહેલા જ જમ્મુ કાશ્મીરમાં હુમલો કરવામાં આવ્યો હતો. પાકથી સહાયતા મેળવતા ત્રાસવાદી દ્વારા હુમલો કરાયો હતો.