લખનૌ : આઇએએસ ઓફિસર બી. ચન્દ્રકલાની મુશ્કેલીમાં વધારો થવાના સંકેત દેખાઇ રહ્યા છે. કારણ કે સીબીઆઇ દ્વારા પાડવામાં આવેલા દરોડાના ૧૦ દિવસ પહેલા જ ચન્દ્રકલાએ એક પ્રોપર્ટી ખરીદી હતી. ૨૭મી ડિસેમ્બરના દિવસે ચન્દ્રકલા તેલંગણાના મલકાજગિરીમાં ૨૨.૫૦ લાખ રૂપિયામાં પ્રોપર્ટી ખરીદી હતી. આ ખરીદી રોકડ રકમમાં કરવામાં આવી હતી. આ પ્રોપર્ટી માટે કોઇ લોન લેવામા આવી ન હતી. ડીઓપીટીમાં ચન્દ્રકલાએ આ પ્રોપર્ટીનો ઉલ્લેખ પણ કરેલો છે. જાન્યુઆરી ૨૦૧૯ના ભરવામાં આવેલા રિટર્નમાં ચન્દ્રકલાએ માત્ર એક પ્રોપર્ટીનો ઉલ્લેખ કરેલો છે. બી. ચંદ્રકલા ઉત્તરપ્રદેશના વહીવટીકારોની અંદર પણ ખૂબ લોકપ્રિય નામ છે. જેમને સર્વિસમાં ભલે ૧૦ વર્ષનો ગાળો થયો છે પરંતુ તેમની લોકપ્રિયતા સૌથી વધારે રહી છે.
સોશિયલ મીડિયા ઉપર તેમની છાપ કોઈ સ્ટારથી ઓછ નથી. આનો અંદાજ આ બાબતથી લગાવી શકાય છે કે પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને વર્તમાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથથી તેના લાખો ફોલોઅર્સ વધારે છે. ચંદ્રકલાના ફેસબુક પેજ પર ૮૫ લાખ લાઈક્સ છે જ્યારે યોગીના ૫૫ અને અખિલેશના ૬૫ લાખ ફોલોઅર્સ રહેલા છે. ફેબ્રુઆરી ૨૦૧૬માં એક સેલ્ફીને લઈને ડીએમ બી.ચંદ્રકલા ચર્ચામાં આવી હતી. એક યુવકે કલેક્ટોરેટ સંકુલમાં તેમની સાથે બળજબરી સેલ્ફી લેવાના પ્રયાસ કર્યા હતા. જેનો ઈનકાર કરી દેવાયા બાદ ધાંધલ ધમાલ થઈ હતી. મોડેથી તેને શાંતિ ભંગ કરવાની કલમમાં જેલભેગો કરાયો હતો.
આના ઉપર ભારે હોબાળો થયો હતો. ત્રણ દિવસ જેલમાં રહ્યા બાદ યુવકને તેમના પરિવાર તરફથી અરજી કરાયા પછી ડીએમએ છોડી દીધા હતા. વિવાદ અહીં ખતમ થયો ન હતો. એક અખબારના પત્રકારે પણ તેમને આ મુદ્દે અભિપ્રાય આપવા કહેવાયું ત્યારે ખરાબ રીતે વર્તન કરાયું હતું. મામલો કોર્ટમાં પહોંચ્યા હતો. ફેસબુક અને ટ્વીટર પર તેમના ડઝન ફ્રેન્ડ છે. વીડિયો શેર પણ કરવામાં આવે છે.ઉત્તર પ્રદેશ કેડરની ૨૦૦૮ની બેચના આઈએએસ અધિકારી ચંદ્રકલાના આવાસ ઉપર પાંચમી જાન્યુઆરીના દિવસે વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા.