નવીદિલ્હી : જેટ એરવેઝની મુશ્કેલી સતત વધી રહી છે. જેટના પાયલોટોએ હવે પહેલી એપ્રિલથી ફ્લાઇંગ બંધ કરવા ધમકી આપી છે. સાથે સાથે બેલાઉટ અને પગાર સહિતના મુદ્દાઓને ઉકેલવા ૩૧મી માર્ચ સુધીની મહેતલ આપી દીધી છે. જેટ એરવેઝ સાથે જોડાયેલા સ્થાનિક પાયલોટોની છત્ર સંસ્થાએ પગારની ચુકવણીમાં વિલંબ અને અન્ય કારણોસર નિરાશા વ્યક્ત કરી છે. જેટ એરવેઝ ડોમેસ્ટિક પાયલોટ બોડી નેશનલ એવિએટર્સ ગિલ્ડ દ્વારા યોજવામાં આવેલી બેઠકમાં આ નિર્ણય આજે લેવામાં આવ્યો હતો. આ બેઠક ૯૦ મિનિટ સુધી ચાલી હતી. આ એરલાઈનમાં ૧૦૦૦ જેટલા સ્થાનિક પાયલોટો જોડાયેલા છે. એક દશક અગાઉ ગિલ્ડની રચના કરવામાં આવ્યા બાદ આ છત્ર સંસ્થા હેઠળ એરલાઈનોમાં જાડાયેલા ૧૦૦૦ પાયલોટો છે. આવી સ્થિતિમાં જેટની મુશ્કેલી વધી શકે છે.