હવે વિચાર બદલાયા છે

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

શુ હિન્દી સિનેમામાં વિચારના સ્તર પર કોઇ મોટા ફેરફાર થઇ રહ્યા છે કે કેમ ?  તેવા પ્રશ્નના જવાબમાં હવે હા છે. દેશપ્રેમ અને રાષ્ટ્રવાદને લઇને હિન્દી સિનેમામાં ફેરફાર થઇ રહ્યા છે. તાજેતરમાં જ રજૂ કરવામાં આવેલી હિન્દી ફિલ્મો અનુભવ સિંહાના નિર્દેશનમાં બનેલી મુલ્ક અને રીમા કાગતીના નિર્દેશનમાં બનેલી ગોલ્ડ ફિલ્મ આ તરફ સ્પષ્ટ ઇશારો કરે છે. ઉરી ફિલ્મ પણ આ બાબતને રજૂ કરે છે. પ્રથમ ફિલ્મ ત્રાસવાદ-વિરોધના આવરણમાં લપટાયેયેલા દેશપ્રેમ હેઠળ બની છે. આ ફિલ્મ રાષ્ટ્રવાદને સ્પષ્ટપણે સપાટી પર લાવે છે. આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યુ છે કે દેશપ્રેમ અને રાષ્ટ્રભાવનાના નામ પર કેટલાક લોકોની સામે અભિયાન ચલાવવામાં આવે છે. રાષ્ટ્રવાદના નામ પર કેટલાક અને ચોક્કસ ધર્મના લોકોની સામે અભિયાન ચલાવવામાં આવે છે.

જેમાં ભારત પ્રેમ માટે બીજા કોઇ દેશ અને ધર્મ ખલનાયકની ભૂમિકામાં નથી. તમામ ધર્મના લોકો ભારતને અભૂતપૂર્વ પ્રેમ કરે છે. વર્ષ ૨૦૦૧માં આવેલી ફિલ્મ ગદર એક પ્રેમ કથા સાથે આ બંને ફિલ્મની સરખામણી કરવામાં આવે તો કેટલાક અંતરને સ્પષ્ટ રીતે સમજી શકાય છે. મુલ્ક વારાણસીના એક મુસ્લિમ પરિવારની પટકથા છે. જે વિભાજન બાદ પાકિસ્તાનમાં જતુ નથી. તે પરિવારનો એક પુત્ર ત્રાસવાદી ગતિવિધીમાં સામેલ થાય છે. સાથે સાથે પોલીસ અથડામણમાં મૃત્યુ પામે છે. ફિલ્મમાં આગળ ચર્ચા આ વિષયને લઇને છે. એક યુવાનની હરકતના કારણે સમગ્ર પરિવારના સભ્યોને ત્રાસવાદી તરીકે ગણવામાં આવે કે કેમ તેની પટકથા આ રહેલી છે. કોર્ટમાં સરકારી પક્ષ તરફથી દલીલો આપવામાં આવે છે કે સમગ્ર પરિવારના સભ્યો જ ત્રાસવાદનુ સમર્થન કરે છે.

અહીં સુધી કે સોશિયલ મિડિયા પર વાયરલ એક વિડિયોમાં આ પરિવારની યુવા યુવતિ અંગે દર્શાવવામાં આવે છ કે તે માનવ બોમ્બ તરીકે બની ચુકી છે. મુલ્ક આ પુર્વગ્રહ પર આધારિત ફિલ્મ છે. આ પૂર્વગ્રહની સામે એવી દલીલ કરવામાં આવી છે કે કોઇ એક વ્યÂક્ત દ્વારા કરવામાં આવેલી હરકત માટે સમગ્ર પરિવારના સભ્યોને દોષિત ગણી શકાય નહી. સાથે સાથે સમગ્ર સમુદાય પર આના માટે આક્ષેપ કરી શકાય નહી. બીજી બાજુ ગોલ્ડ વર્ષ ૧૯૪૮માં ભારતીય હોકી ટીમના વિશ્વ વિજેતા બનવા પર આધારિત છે. અલબત્ત ફિલ્મમાં કલ્પના વધારે દર્શાવવામાં આવી છે. જો કે મુળભૂત રીતે તે તિરંગા ધ્વજની શાનની વાત કરે છે.

તિરંગા ધ્વજ માટે કોઇ એક ધર્મના લોકોના દિલ ધડકતા નથી. હિન્દુ લોકોની સાથે સાથે મુસ્લિમ, શિખ અને અન્ય તમામ જાતિના લોકો પણ દેશને એટલુ જ પસંદ કરે છે. ફિલ્મમાં દર્શાવવામાં આવ્યુ છે કે એક પારસી વ્યક્તિ ભારતીય હોકી ફેડરેસનના પ્રમુખ તરીકે છે અને ફેડરેશનની આંતરિક ગતિવિધીને બાજુએ મુકીને એવી ટીમને ઇંગ્લેન્ડ મોકલે છે જેમાં દેશના ભાગલા બાદ અનુભવી ખેલાડીઓની કમી છે. બીજી બાજુ એક બૌધ મઠથી ટીમને એક વખતે મદદ મળે છે જ્યારે ટીમને તૈયારી માટે મુળભુત સુવિધા પણ મળતી નથી. દેશની આ જ સમાવેશી ભાવનાની ફિલ્મ ગોલ્ડ રહેલી છે. ગોલ્ડ ફિલ્મ રીમા કાગતી દ્વારા બનાવવામાં આવી છે.

Share This Article