ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં કરવામાં આવેલા ત્રાસવાદી હુમલાના કારણે સમગ્ર દુનિયા હાલમાં આઘાતમાં છે. અહીં શુક્રવારના દિવસે અલ નુર અને લિનવુડ મસ્જિદમાં નમાજ અદા કરવા માટે ગયેલા લોકો પર હથિયારધારી હુમલાખોરોએ અંધાધુંધ ગોળીબાર કર્યો હતો. જેમાં ૫૦ લોકોના મોત થઇ ગયા છે. કેટલાક લોકો ઘાયલ થયા છે. ન્યુઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા આર્ડને આને ત્રાસવાદી ઘટના તરીકે ગણાવીને તેની ટિકા કરી છે. સાથે સાથે આને કાળા દિવસ તરીકે ગણાવીને તેની ટિકા કરી છે. મુખ્ય હુમલાખોરની ઓળખ ૨૮ વર્ષીય બ્રેન્ટન ટેરેન્ટ તરીકે થઇ છે.
જે બ્રિટીશ મુળના ઓસ્ટ્રેલિયન નાગરિક તરીકે છે. આ શખ્સે હુમલાના એક દિવસ પહેલા જ દ ગ્રેટ રિપ્લેશમેન્ટ ટાઇટલ સાથે લખ્યુ હતુ કે જેમાં હજારો યુરોપિયન નાગરિકોના મોત થયા છે તેનો બદલો લેવા માટે આ હુમલો કરવામાં આવ્યો છે. આશખ્સે શ્વેત પ્રબુત્વ કાયમ કરવા માટે લોકોને કહેવામાં આવ્યુ હતુ. ટેરેન્ટે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને શ્વેત ઓળખ અને સંયુક્ત પ્રતિક તરીકે ગણાવીને વાત કરી છે. પત્રમાં એમ પણ લખવામાં આવ્યુ હતુ કે આક્રમણકારીઓને આ બાબત પણ દર્શાવવાના પ્રયાસ છે કે અમારી ભૂમિ ક્યારેય તેમની થઇ શકશે નહીં. તેનુ કહેવુ હતુ કે યુરોપિયન લોકોની સંખ્યા દિન પ્રતિદિન ઓછી થઇ રહી છે. જેથી યુરોપિયન લોકોને પોતાના જન્મદરને વધારી દેવાની જરૂર છે. જા તેઓ પોતાની વસ્તીને વધારી દેશે નહીં તો પોતાની જમીન પર તેઓ લઘુમતિ બની જશે. આ પશ્ચિમી જગતના દક્ષિણ પંથીના ઘોષણાપત્ર તરીકે છે. બીજા વિશ્વ યુદ્ધ બાદ યુરોપમાંથી આવા મિજાજના લોકોની એક રીતે વિદાય થઇ ગઇ છે. પરંતુ હાલના વર્ષોમાં આ પ્રકારના કટ્ટરપંથી લોકો ફરી માથુ ઉંચકી રહ્યા છે.
યુરોપના કેટલાક દેશોમાં હવે રાષ્ટ્રવાદી સરકારોની વાપસી થઇ રહી છે. હજુ સુધી પશ્ચિમી દેશોમાં વૈશ્વિકરણની તરફેણ થઇ રહી હતી. જા કે હવે આ સ્થિતી બદલાઇ રહી છે. યુરોપમાં વધતી જતી અસમાનતા અને ઘટતી જતી રોજગારીના કારણે હાલત કફોડી થઇ રહી છે. રાષ્ટ્રવાદની સ્થિતી હવે મજબુત થઇ રહી છે. ટેરેન્ટ જેવા લોકોની સક્રિયતા ખતરનાક છે. એવી દહેશત પણ રહેલી છે ે આવા કટ્ટરપંથી લોકો ઘાતક બની શકે છે. આવી કાર્યવાહીના કારણે પોતાની મોત મરી રહેલા ઇસ્લામિક ત્રાસવાદીઓને પ્રોત્સાહન આપી શકે છે. જેથી આ વિચારધારાની સામે મળીને સાથે મળીને લડવાની જરૂર દેખાઇ રહી છે. કટ્ટરપંથી વિચારધારા કોઇ પણ દેશ માટે જાખમી છે. આ પ્રકારની વિચારધારા ત્રાસવાદને પણ પ્રોત્સાહન આપી શકે છે. હુમલો અલ નુર મસ્જિદમાં કરવામાં આવ્યો હતો. ક્રાઇસ્ટચર્ચના પેટાનગર વિસ્તાર લિનવુડમાં એક મસ્જિદમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતું કે હુમલાખોરે સતત ગોળીબાર કર્યો હતો. ગોળીબારના સમય પર બાંગ્લાદેશી ક્રિકેટ ટીમ પણ મસ્જિદમાં હતી.આ હુમલામાં ૫૦ લોકોના મોત થયા હતા. ન્યુઝીલેન્ડમાં આઈ હુમલા બાદ હજુ સુધી દહેશત છે.