નવી દિલ્હી : માર્ચ ૨૦૨૦ સુધી બોડી સ્કેનર્સ સ્થાપિત કરવા દેશભરના ૮૪ વિમાની મથકોને આદેશ કરવામાં આવ્યો છે. હાલમાં પ્રવર્તમાન ડોરફ્રેમના મેટલ ડિટેક્ટર્સની જગ્યાએ બોડી સ્કેનર્સ વિમાની મથકો ઉપર ગોઠવી દેવામાં આવશે. હાથમાં જાળવી રાખવામાં આવતા સ્કેનર્સના બદલે બોડી સ્કેનર્સ રહેશે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, મેટેલિક ચીજવસ્તુઓનો શોધી કાઢવા માટે યાત્રીઓની ચકાસણી ખુબ ઉપયોગી બની ગઈ છે.
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકારે હવે માર્ચ ૨૦૨૦ સુધી બોડી સ્કેનર્સ સ્થાપિત કરવા માટે સૂચના આપી દીધી છે. નાગરિક ઉડ્ડયન સિક્યુરિટી દ્વારા મોકલવામાં આવેલા પરિપત્રમાં રાજ્યોને આ અંગેની સૂચના આપી દેવામાં આવી છે. એપ્રિલ મહિનામાં આ અંગેની સૂચના આપવામાં આવી હતી. મેટલ ડિટેક્ટર્સ અને હાથમાં રાખવામાં આવતા મેટલ ડિટેક્ટર્સની મદદથી નોન મેટેલિક અને વિસ્ફોટકોને શોધી કાઢવામાં સફળતા મળતી નથી. આવી સ્થિતિમાં બોડી સ્કેનર્સ હવે બંને પ્રકારના મેટેલિક અને બિનમેટેલિક ચીજવસ્તુઓ જે શરીરની અંદર છુપાવીને લાવવામાં આવે છે તે શોધી શકાશે.
વિસ્ફોટકો અને હથિયારોની ઓળખ તરત થઇ જશે. પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, બોડી સ્કેનર્સનો ઉપયોગ કરતી વેળા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોશીડરની પ્રક્રિયાને પાળવી પડશે. દેશભરમાં ૧૦૫ ઓપરેશન વિમાની મથક પૈકી ૨૮ ઉપર હાલમાં અતિસંવેદનશીલ તરીકે રહેલા છે જેમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ અને જમ્મુ કાશ્મીરનો સમાવેશ થાય છે. આ વિમાની મથકો પૈકી કેટલાક અતિસંવેદનશીલ અને ૫૬ સંવેદનશીલ તરીકે છે.