વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારના દિવસે પાર્ટી હેડક્વાર્ટર પર ભાજપનો ચૂંટણી ઢંઢેરો જારી કરે તેવી શક્યતા દેખાઈ રહી છે. સંકલ્પપત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જારી કરવામાં આવશે. પાર્ટી પ્રમુખ અમિત શાહ અને વરિષ્ઠ નેતાઓ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. ગૃહમંત્રી રાજનાથસિંહના નેતૃત્વમાં ૨૦ સભ્યોની કમિટિની રચના ભાજપ દ્વારા ચૂંટણી ઢંઢેરો જારી કરવા માટે કરવામાં આવી હતી. ત્યારબાદથી જુદા જુદા કાર્યક્રમો દેશભરમાં યોજાઈ રહ્યા હતા. અરુણ જેટલી પણ આ પેનલમાં સામેલ રહ્યા હતા. પેટાકમિટિ પાર્ટી દ્વારા રચવામાં આવી હતી.
ચૂંટણી ઢંઢેરાના સંદર્ભમાં સૂચનો મેળવવા કાર્યકરો અને ટોપ નેતાઓ છેલ્લા ઘણા સમયથી સક્રિય હતા. લોકસભાની ચૂંટણી માટે કાર્યક્રમની જાહેરાત કરવામાં આવે તે પહેલા જ ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ થઇ ચુકી હતી. પાર્ટીએ નાગરિકો પાસેથી અભિપ્રાય મેળવવા માટે જુદા જુદા કાર્યક્રમો યોજ્યા હતા જેમાં ચૌપાલ કાર્યક્રમો, રથયાત્રા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. દેશભરમાં ભાજપના કાર્યકરો ભર્યા હતા. ઇ-મેઇલ અને જાહેર બેઠકો મારફતે લોકોના અભિપ્રાયો હાંસલ કરવામાં આવ્યા હતા.
આ કમિટિએ જુદા જુદા પક્ષો, જુદી જુદી સંસ્થાઓ, જુદા જુદા નિષ્ણાતો અને અન્યો પાસેથી અભિપ્રાય મેળવવામાં આવ્યા હતા. તમામના અભિપ્રાયના આધાર પર મૂલ્યાંકન કરવામાં આવ્યા બાદ ચૂંટણી ઢંઢેરાને આખરી ઓપ આપવાની પ્રક્રિયા આગળ વધી હતી. હવે આ પ્રક્રિયા વધુ તીવ્ર રીતે આગળ વધનાર છે. ભાજપનો ચૂંટણી ઢંઢેરો સોમવારના દિવસે જારી કરાશે. કોંગ્રેસ દ્વારા પહેલાથી જ ચૂંટણી ઢંઢેરો જારી કરવામાં આવી ચુક્યો છે. આવી સ્થિતિમાં ભાજપ તરફથી ચૂંટણી ઢંઢેરો જારી કરવામાં આવ્યા બાદ ચિત્ર વધારે સ્પષ્ટ થશે. હજુ સુધી ઢંઢેરામાં જુદા જુદા લોકલક્ષી કાર્યક્રમો આવરી લેવામાં આવ્યા હોવાના સંકેત મળી રહ્યા છે.