અમદાવાદ: અમદાવાદ સ્થિત ઈ-કોમર્સ કંપની સેલભાઈ ઈન્ટરનેટ લિમિટેડ મુંબઈ શેર બજારના એસએમઈ પ્લેટફોર્મ ઉપર આઇપીઓ બહાર પાડવાની મંજૂરી મેળવનાર ભારતની પ્રથમ બીટુસી ઈ-કોમર્સ કંપની બની છે. કંપની ભારત અને વિદેશમાં સ્થળાંતર કરીને આવેલા લોકોને દેશના વિવિધ ભાગોમાંથી આહાર અને અન્ય પ્રોડક્ટસ પૂરી પાડે છે અને તે રૂ.૧૦ની ફેસવેલ્યુ ધરાવતા શેર દીઠ રૂ.૧૦૫ના ફીક્સ ભાવે તેનો ૨૨,૫૯,૬૦૦ (૨૨.૫૯ લાખ) શેરનો પ્રથમ આઈપીઓ લઈને આવી રહી છે.
બહેતર આઈટી પ્લેટફોર્મ મારફતે પોતાનો ગ્રાહક સમુદાય વધારવા, તેના સેલર્સનું નેટવર્ક વિસ્તારવા અને પ્રોડક્ટસ તથા પ્રોડક્ટસ કેટેગરીનો વ્યાપ વધારવા માટે કંપનીના પ્રમોટરો એસએમઈ આઈપીઓ મારફતે રૂ.૨૩.૭૩ કરોડની રકમ ઉભી કરવા માંગે છે. આ કંપનીનું મુંબઈ શેર બજારના એસએમઈ પ્લેટફોર્મ ઉપર લીસ્ટીંગ કરાશે. કંપનીનું જાહેર ભરણું તા.૨૭ જુલાઈ, ૨૦૧૮ના રોજ ખૂલી રહ્યુ છે અને તે ૨ ઓગષ્ટ, ૨૦૧૮ના રોજ બંધ થશે. મિનિમમ લોટની સાઈઝ ૧૨૦૦ ઈક્વિટી શેરની રહેશે. હાઈ નેટવર્થ ઈન્ડિવિડ્યુઅલ્સ (એચએનઆઈ) માટે લોટ સાઈઝ ૨૪૦૦ ઈક્વિટી શેરની અને તેથી વધુ શેર જોઈએ તો ૧૨૦૦ ઈક્વિટી શેરના ગુણકમાં મેળવી શકાશે.
આ ભરણામાં ૨૬.૫૮ ટકા પોસ્ટ-ઈસ્યુ-પેઈડઅપ કેપિટલનો સમાવેશ થાય છે. સેલભાઈ ઈન્ટરનેટ લિમિટેડના મેનેજીંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વિશ્વવિજય એમ. સિંઘે જણાવ્યું હતું કે, જે લોકો દેશભરમાંથી પ્રાદેશિક પ્રોડક્ટસ શોધવા ઈચ્છતા હોય તેમના માટે અમારી કંપની સપ્ટેમ્બર,૨૦૧૫માં તેની શરૂઆત થઈ ત્યારથી એક જ સ્થળે ઉપાયો પૂરાં પાડે છે. આ એક અનોખો બિઝનેસ છે, જે પોતાના વતનના શહેરમાંથી સ્થળાંતર કરીને આવેલા લોકોની આહાર અને અન્ય પ્રોડક્ટસની જરૂરિયાત પૂરી પાડે છે અને આ બધું તેમને ઈ-કોમર્સના અપાર અનુભવ ના મારફતે ઉપલબ્ધ બનાવે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે લોકો મીઠાઈ, સૂકોમેવો, બેકરીની ચીજો, મસાલા, ચોકલેટસ, સ્નેક્સ, અથાણાં અને અન્ય પીણાં જેવી વિવિધ ચીજો પસંદ કરી શકે છે. ફૂડ પ્રોડક્ટસ ઉપરાંત અમે અન્ય પ્રોડક્ટસ પણ ઓફર કરીએ છીએ, જેમાં હસ્તકલાની ચીજો, પેઈન્ટીંગ્ઝ, હેન્ડલૂમની ચીજો અને અન્ય વેલનેસ પ્રોડક્ટસનો સમાવેશ થાય છે. કંપનીના હાલના ગ્રાહક સમુદાયમાં વધતા જતા રસને કારણે પ્રમોટર્સ આઇપીઓ લાવવા માટે પ્રેરાયા છે.
સિંઘે વધુમાં જણાવ્યું કે અમારી કંપનીએ વિતેલા વર્ષોમાં ભારે વૃધ્ધિ અને વધતી માંગનો અનુભવ કર્યો છે. અમારા ઈ-કોમર્સ પોર્ટલ ઉપર સક્રિય સભ્યોની સંખ્યા છેલ્લા બે વર્ષમાં અનેકગણી વધી છે. દરેક સમયે અમારા ગ્રાહકો અમારી સાથે સંપર્ક કરે ત્યારે તેમને બહેતર અનુભવ પૂરો પાડવાનું ચાલુ રાખવાનું ચાલુ રાખવા અમે અમારા બિઝનેસના વિવિધ સ્તરે ઈ-કોમર્સ ઓપરેશન્સને મજબૂત બનાવવાની જરૂરિયાત અનુભવી રહ્યા છીએ. અમારો પ્રથમ આગામી આઇપીઓ આ માટે ઉદ્દીપક બની રહેશે.
આઇપીઓ રજૂ થયા પછી વિસ્તરણના વધુ આયોજનો અંગે માહિતી આપતાં સિંઘે જણાવ્યું કે અમારી વૃધ્ધિની પરંપરાને ઉંચી જતી જાળવી રાખવા માટે અમે અમારા આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ અને મજબૂત કરવા માટે આયોજન કરી રહ્યા છીએ. સાથે સાથે અમે મજબૂત સેલર બેઝ ઉભો કરવા માટે પણ આશાવાદી છીએ અને વધુ પ્રોડક્ટ કેટેગરીઝનો ઉમેરો કરીને અમારા ગ્રાહકોની વિવિધ માંગને સંતોષીને તેમને અનોખો અને અપાર ઈ-કોમર્સ અનુભવ પૂરો પાડીશું. કંપની તેના ગ્રાહકોને ભારતભરના ૧૦૦ થી વધુ શહેરો અને ૩૦૦ થી વધુ પસંદગીના વેન્ડર્સ મારફતે મેળવેલી વિવિધ કેટેગરીની ૮૫૦૦થી વધુ પ્રોડકટસ ખરીદવાની તથા વિવિધ સમુદાયો અને સંસ્કૃતિઓ પાસેથી નવી ચીજો પ્રાપ્ત કરવાની તક પૂરી પાડે છે.