હવે રિશી કપુર અને જુહી ચાવલા ફરી સાથે દેખાશે

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

મુંબઇ: ૯૦ના દશકની લોકપ્રિય જોડી રિશી કપુર અને જુહી ચાવલાની લોકપ્રિય જોડી ફરી એકવાર સિલ્વર સ્કીન પર એક સાથે કામ કરવા જઇ રહી છે. આ પહેલા આ જાડી ૨૨ વર્ષ પહેલા વર્ષ ૧૯૯૬માં આવેલી દરાર ફિલ્મમાં સાથે નજરે પડી હતી. આ ફિલ્મનુ નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યુ નથી.પરંતુ ફિલ્મને હિતેશ ભાટિયા દ્વારા નિર્દેશન કરવામાં આવનાર છે. ફિલ્મની પટકથા તૈયાર કરી લેવામાં આવી છે. હિતેશ દ્વારા સુપ્રતીક સેનની સાથે મળીને ફિલ્મની પટકથા તૈયાર કરી લેવામાં આવી છે. ફિલ્મના શુટિંગના હિસ્સાને શરૂ કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ ફિલ્મના એક સેટ પરથી ફોટો જારી કરવામાં આવ્યો હતો.

જેમાં ફિલ્મના કલાકારો નજરે પડી રહ્યા હતા. ફિલ્મના પ્રોડક્શન હાઉસના મેનેજિંગ ડિરેક્ટરનુ કહેવુ છે કે તમામ તૈયારી પૂર્ણ કરવામાં આવ્યા બાદ શુટિંગ શરૂ કરવામાં આવ્યુ છે. રિશી અને જુહી ચાવલાની જાડી ફિલ્મમાં ફરી એકવાર જાદુ જગાવવા માટે તૈયાર છે. આ બંનેની જાડીને કોમેડી ફિલ્મમાં જાવા માટે ચાહકો તૈયાર છે. તાજેતરમાં જ રજૂ કરવામાં આવેલી ફિલ્મ ફિલ્મ ૧૦૨ નોટઆઉટમાં રિશિ કપુર અને અમિતાભ બચ્ચનની જાડી જામી હતી. આ ફિલ્મ હિટ રહ્યા બાદ ફિલ્મને લઇને રિશિ કપુર ઉત્સાહિત છે. નિર્માતા નિર્દેશકો દ્વારા કહેવામાં આવ્યુ છે કે અમે લોકલ પટકથા પર વધારે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. ફિલ્મના પ્રોડક્શન હાઉસના મેનેજિંગ ડિરેક્ટરે કહ્યુ છે કે ફિલ્મના સંબંધમાં પટકથા પર પહેલા ચર્ચા થઇ હતી. અભિષેક ચૌબે, હની ત્રેહાન અને અન્યો દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. પટકથા પર પ્રાથમિક ચર્ચા બાદ તેના પર વાત આગળ વધી હતી. રિશી કપુર અને જુહી ચાવલાની જાડી પહેલા પણ હિટ ફિલ્મો આપી ચુકી છે. જેમાં બોલ રાધા બોલ ફિલ્મનો સમાવેશ થાય છે.

આ ફિલ્મને ૨૧મી ઓગષ્ટના દિવસે ૨૬ વર્ષનો ગાળો પૂર્ણ થઇ ચુક્યો છે. આ ઉપરાંત આ જાડી સાજન કા ઘર અને ઇના મીના ડિકા નામની ફિલ્મમાં પણ કામ કરી ચુકી છે. સાજન કા ઘર નામની ફિલ્મને સુરેન્દ્ર બોહરા દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી. જ્યારે ઇના મીના ડીકા  ફિલ્મનુ નિર્દેશન ડેવિડ ધવન દ્વારા કરવામાં આવ્યુ હતુ. રિશી હાલમાં અમિતાભ બચ્ચન સાથે ૧૦૨ નોટ આઉટમાં નજરે પડ્યોહતો. જેમાં અમિતાભે ૧૦૨ વર્ષના વરિષ્ઠ નાગરિકની ભૂમિકા અદા કરી હતી. જ્યારે રિશી કપુરે ફિલ્મમાં પુત્ર ની ભૂમિકા અદા કરી હતી. જે ૭૫ વર્ષનો હોય છે. આ બંનેની જાડીની પ્રશંસા થઇ હત. જુગી ચાવલાએ ૮૦ના દશકમાં બોલિવુડ કેરિયરની શરૂઆત કરી હતી. જુહી ચાવલાને કેરિયરની શરૂઆતમાં કોઇ મોટી સફળતા હાથ લાગી ન હતી. જા કે મોડેથી તેને મોડી સફળતા હાંસલ થવા લાગી હતી. જુહી ચાવલાની જાડી આમીર ખાન સાથે સૌથી વધારે જામી હતી. આમીર સાથે જુહી ચાવલાએ અનેક યાદગાર ફિલ્મો કરી હતી. જેમાં કયામત સે કયામત તક અને ઇશ્ક ફિલ્મનો સમાવેશ થાય છે. બીજી બાજુ રિશિ કપુરે પોતાની કેરિયરમાં રેકોર્ડ સફળતા હાંસલ કરી છે.

રિશિએ અભિનેતા તરીકે બોબી ફિલ્મ મારફતે કેરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ ક્યારેય પાછળ વળીને જાયુ ન હતુ. આજ સુધી રિશિ કપુર સદાબહાર અભિનેતા તરીકે છે. તેની ફિલ્મો આટલા વર્ષો બાદ પણ સફળ સાબિત થઇ શકે છે. તે છેલ્લે મુલ્ક ફિલ્મમાં નજરે પડ્યો હતો. આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર સફળતા મેળવી ચુકી છે. ફિલ્મમાં તેની સાથે તાપ્સી મન્નુએ પણ યાદગાર ભૂમિકા અદા કરી હતી.

Share This Article