નવી દિલ્હી : ભારતીય રીઝર્વ બેંક ફુગાવામાં નરમીને ધ્યાનમાં લઇને આ સપ્તાહમાં જ વ્યાજદરમાં ૦.૨૫ ટકા સુધીનો ઘટાડો કરી શકે છે. આની સાથે જ લોન સસ્તી બનવાના સંકેત છે. આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસના નેતૃત્વમાં છ સભ્યોની બેઠક આજે શરૂ થઇ હતી. હવે ત્રણ દિવસ સુધી આ બેઠકમાં વાતચીત કરવામાં આવ્યા બાદ પરિણામ જાહેર કરવામાં આવનાર છે. આજે વાતચીત અને ચર્ચા વિચારણા શરૂ થયા બાદ સાતમી ફેબ્રુઆરીના દિવસે દરોમાં ફેરફારની જાહેરાત કરવામા ંઆવનાર છે. આરબીઆઈની નાણાંકીય પોલિસી સમીક્ષાની બેઠક ઉપર પણ હવે કારોબારીઓ, શેરબજાર, કોર્પોરેટ જગતની નજર કેન્દ્રિત થઇ ગઇ છે.
સાતમી ફેબ્રુઆરીના દિવસે તેની રેટ પોલિસીની જાહેરાત આરબીઆઈ દ્વારા કરવામાં આવનાર છે. આરબીઆઈ સામે પ્રવર્તમાન સ્થિતિમાં વ્યાજદરને લઇને અનેક પડકારો ઉભા થઇ ગયા છે. ફુગાવાની સ્થિતિ હળવી થઇ ગઇ છે જેથી રિઝર્વ બેંક વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે. જાણકાર લોકોનું કહેવું છે કે, પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઇને આરબીઆઈ વ્યાજદરમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરી શકે છે. જો વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવશે તો લોન સસ્તી થવાનાનો માર્ગ મોકળો થશે. જૂન મહિનામાં વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવે તે અર્થશાસ્ત્રીઓ દ્વારા એવો અભિપ્રાય આપવામાં આવ્યો છે કે, ફેબ્રુઆરી મહિનામાં આરબીઆઈ તટસ્થ વલણ અપનાવશે નહીં અને વ્યાજદરમાં ઘટાડો કરશે.
છેલ્લી બેઠકમાં રિઝર્વ બેંકે રેપોરેટના દરને યથાવત ૬.૫૦ ટકા જાળવી રાખ્યો હતો પરંતુ આ વખતે તેમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરીને કારોબારીઓને ચોંકાવવામાં આવી શકે છે.એસબીઆઇના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવી શકે છે.