પોતાના સભ્યો અને હિતધારકોને વિવિધ રીતે ઈ-સેવાઓ પૂરી પાડવા માટે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને (ઈપીએફઓ)એ હવે ‘ઉમંગ એપ’ દ્વારા એક નવી સેવા શરૂ કરી છે.
‘વ્યૂ પાસબુક’ વિકલ્પ પર ક્લિક કરીને સંબંધિત પેન્શનધારકોને પોતાનો પીપીઓ નંબર અને પોતાની જન્મ તારીખ નાંખવી પડે છે. આ માહિતી નાંખ્યા બાદ સંબંધિત પેન્શનધારકોના પોતાના રજીસ્ટર્ડ મોંબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. આ ઓટીપી નાંખ્યા બાદ ‘પેન્શનર પાસબુક’, સંબંધિત પેન્શનરોની માહિતી જેવી કે, નામ, જન્મતારીખ અને તેમના ખાતામાં નાંખવામાં આવેલી પેન્શનની રકમ સંબંધિત માહિતી બતાવશે. આપના ખાતામાં નાણાકીય વર્ષ પ્રમાણે આપ સંપૂર્ણ માહિતી ડાઉનલોડ પણ કરી શકશો.
ઈપીએફઓની જે અન્ય ઈ-સેવાઓ ઉમંગ એપ દ્વારા પહેલા ઉપલબ્ધ હતી તેમાં કર્મચારી કેન્દ્રિત સેવાઓ (ઈપીએફ પાસબુકને જોવી, ક્લેઈમ કરવાની સુવિધા, ક્લેઈમની સ્થિતિની સુવિધા), નિયોક્તા કેન્દ્રિત સેવાઓ, એસએમએસ દ્વારા ખાતાની માહિતી, મિસ્ડ કોલ આપીને ખાતાની માહિતી, પેન્શનરોને અપાતી સેવાઓ (જીવન પ્રમાણપત્ર અપડેટ કરવું) અને ઈ-કેવાયસી (‘આધાર’ સાથે જોડવું) વગેરે સામેલ છે.