હવે અમેરિકા જવું મોંઘુ પડશે, અમેરિકાએ VISA ફીમાં ધરખમ વધારો કર્યો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમેરિકાએ બહારથી આવતા નાગરિકોને મોટો ઝટકો આપ્યો છે. અમેરિકાએ વિવિધ પ્રકારની વિઝની ફીમાં તોતિંગ વધારો ઝીંક્યો છે. આ વધારે 10-20 ટકાનો નહિ, પરંતું સીધો ૨૦૫૦ ટકા સુધીનો છે. અમેરિકાએ H-1B, L1 અને EB-5 સહિત કેટલીક નોન-ઈમિગ્રન્ટ કેટેગરીના વિઝા માટેની ફીમાં તોતિંગ વધારાની જાહેરાત કરી છે. આ ફી વધારો 1 એપ્રિલથી અમલમાં આવશે. યુએસએ H-1B વિઝા રજિસ્ટ્રેશન ફીમાં જે વધારો કર્યો છે તે ૨૦૫૦% સુધીનો છે. નેટીઝન્સ તેને કાનૂની ઇમિગ્રેશન પર હુમલો ગણાવી રહ્યાં છે. તેની કેટલાક પરિવારો, રોકાણકારો, વિઝા અરજદારો અને નોકરીદાતાઓ પર મોટી અસર પડશે. યુનાઇટેડ સ્ટેટ્‌સ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (યુએસસીઆઇએસ) એ વિઝા અરજીઓ અને નોંધણી ફી માટે તેના સુધારેલા દરોને અંતિમ સ્વરૂપ આપ્યું છે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHSt) દ્વારા બુધવાર, 31 જાન્યુઆરીના રોજ પ્રકાશિત થયેલા એક નિવેદનમાં દરોમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. નવા નિયમ અનુસાર, H-1B વિઝા રજિસ્ટ્રેશન ફીમાં 2050% જેટલો વધારો કરવામાં આવ્યો છે. USCIS અને DHS દ્વારા જાહેર કરાયેલ ઇમિગ્રેશન પ્રક્રિયામાં થયેલા આ ફેરફારો તમારે જાણી લેવા જરૂરી છે. નવા દરો વિષે જણાવીએ, જેમાં ફી વધારો ૧ એપ્રિલથી લાગુ થશે. ભારતીય ઇમિગ્રન્ટ્‌સમાં સૌથી સામાન્ય વિઝા પ્રકારો H1B, L1 અને EB-5 છે. 2050% ના વધારા પછી, નવી H1B નોંધણી પ્રક્રિયા ફી $215 થશે, જે $10 ના વર્તમાન દરથી તદ્દન વિપરીત છે. વર્તમાન H1B વિઝા ફી $460 છે, જે વધારીને $1,385 કરવામાં આવી છે. દરમિયાન, EB5 વિઝા માટેની ફી $3675 થી વધીને $11160 થઈ ગઈ છે. હજી નવા વર્ષની શરૂઆતમાં જ અમેરિકા ભારતીયો પર એકાએક મહેરબાન થયું હતું. અમેરિકાએ ભારતીયોને સૌથી વધુ વિઝા ઈશ્યૂ કરીને રેકોર્ડ બનાવ્યો છે. વર્ષ ૨૦૨૩માં ૧૪ લાખથી વધુ ભારતીયોને અમેરિકા વિઝા ઈશ્યૂ કર્યાં છે. વિશ્વમાં દર ૧૦માંથી એક ભારતીય અમેરિકન વિઝા ધરાવે છે. સાથે જ બીજી મોટી વાત એ છે કે, અમેરિકાએ વિઝિટર વિઝા એપોઈન્ટમેન્ટ માટેના વેઈટિંગ સમયમાં પણ ઘટાડો છે. વેઈટિંગ સમયમાં 75 ટકાનો ઘટાડો કરી દેવાયો છે. ત્યારે હવે વિઝા ફીમાં તોતિંગ વધારો કરીને અમેરિકાએ ભારતીયોનું સપનુ ચકનાચૂર કરી દીધું છે.

TAGGED:
Share This Article