નવીદિલ્હી : માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા ઇક્વિટી શેરબજાર અને બોન્ડ બજારમાં રોકાણ કરનાર મ્યુચ્યુઅલ ફંડની જેમ જ જિન્સ અથવા કોમોડિટીમાં રોકાણ કરનાર ફંડ શરૂ કરવાની મંજુરી આપી દીધી છે. ટૂંક સમયમાં જ કોમોડિટી મૂડીરોકાણ કરનાર મ્યુચ્યુઅલ ફંડની શરૂઆત કરવામાં આવશે. પસંદગીના જિન્સમાં મૂડીરોકાણ કરવામાં આવશે. સેબી દ્વારા મંજુરી આપી દેવામાં આવી છે. માર્કેટ રેગ્યુલેટરના આ નિર્ણયથી શેરબજાર અને અન્ય બજારના જાખમોથી દૂર રાખનાર મૂડીરોકાણકારોને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે એક નવો વિકલ્પ મળી રહેશે. સેબીએ કહ્યું છે કે, કેટલીક સંવેદનશીલ જિન્સને છોડી દેંવામાં આવે તો એક્સચેંજ ટ્રેડ જિન્સમાં કારોબાર કરવામાં આવી શકે છે.
સંવેદનશીલ જિન્સમાં જરૂરી જાતિની કૃષિ જિન્સોને સામેલ કરવામાં આવનાર છે. આની સાથે જ સેબીએ ગોલ્ડ એક્સચેંજ ટ્રેડેડ ફંડને સોનાના વાયદામાં કારોબારની મંજુરી પણ આપી દીધી છે. અલબત્ત સેબીએ મ્યુચ્યુઅલ ફંડના કારોબારમાં ફિઝિકલ પુરવઠા આપવા અથવા તો શોર્ટ પોઝિશન એટલે કે ઉંચી કિંમતે વેચાણ કરીને ભાવમાં ઘટાડો કરવાને લઇને ફરીથી ખરીદવાની મંજુરી આપી નથી. આ ઉપરાંત સેબીએ એમ પણ કહ્યું છે કે, જે યોજના દ્વારા જિન્સમાં રોકાણ કરવામાં આવી રહ્યું છે કે, તેમાં વિદેશ પોર્ટફોલિયો રોકાણકારોના પૈસા લાગેલા હોવા જાઇએ નહીં. સેબીના આ દિવસોમાં પગલાઓને લઇને ચર્ચાઓ ચાલી રહી છે.