દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે, દિલ્હી હવે ફૂડ હબ તરીકે ઓળખાશે. દિલ્હીમાં સ્થિત ચાંદની ચોક અને મજુન કા ટીલાને પ્રથમ તબક્કામાં ફૂડ હબ તરીકે વિકસાવવામાં આવશે. તેનાથી રોજગારીની તકો મળશે. વેપાર અને અર્થવ્યવસ્થા માટે પણ તે સારું રહેશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, દિલ્હી ફૂડને ભારતની રાજધાની માનવામાં આવે છે. દિલ્હીના લોકો ખાવા-પીવાના ખૂબ જ શોખીન છે. દિલ્હીમાં તમામ પ્રકારના ફૂડ ઉપલબ્ધ છે. દક્ષિણ ભારતીય, મરાઠી, બંગાળી, ગુજરાતી, કોઈપણ પ્રકારનું ભોજન દિલ્હીમાં ઉપલબ્ધ છે.
મુખ્યમંત્રી કેજરીવાલે જણાવ્યું હતું કે, દિલ્હીને ભારતની ફૂડ કેપિટલ કહેવામાં આવે છે, પરંતુ હવે આ ખ્યાલને યોગ્ય રીતે અને આગળ લઈજવાની યોજના બનાવવામાં આવી છે. દિલ્હીના તમામ ફૂડ હબને વિકસાવવામાં આવશે. એક એવી જગ્યા છે, જ્યાં તિબેટીયન ફૂડ સારું હોયછે અને ચાઈનીઝ ફૂડ સારું હોય છે, આ સિવાય પણ એવી ઘણી જગ્યાઓ છે, જ્યાં દરેક પ્રકારના ફૂડ મળે છે. અમારી પાસે આ ફૂડ હબવિકસાવવાની યોજના છે. મુખ્યમંત્રી કેજરીવાલે જણાવ્યું હતું કે, સૌથી પહેલા આ ફૂડ હબનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે વીજળી, રોડ અને પાણીની વ્યવસ્થાને ઠીક કરવામાંઆવશે. આ સિવાય અમે આ ફૂડ હબમાં ફૂડ સેફ્ટી માટે સંપૂર્ણ વ્યવસ્થા કરીશું. ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાનું ચુસ્તપણે પાલન કરવામાંઆવશે. જે બાદ તે ફૂડ હબનું બ્રાન્ડિંગ દેશ અને દુનિયામાં કરવામાં આવશે, જેથી દેશ અને દુનિયાના લોકો ત્યાં આવી શકે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમે બે ફૂડ હબ મજનુ કા ટીલા અનેચાંદની ચોક પર કામ કરવા જઈ રહ્યા છીએ. મજનુ કા ટીલા દિલ્હીના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ખાસ સ્થળ છે અને એશિયન ભોજન માટેપ્રખ્યાત છે. ચાંદની ચોકમાં પણ આવું ઘણું છે, તેથી તેને ફૂડ હબ બનાવવામાં આવશે.