મુંબઇઃ બોલિવુડની બ્યુટીક્વીન એશવર્યા રાય બચ્ચન હવે પ્રાદેશિક ફિલ્મોમાં એન્ટ્રી કરવાની યોજના ધરાવે છે. આ માટે તેના દ્વારા તૈયારી હાથ ધરવામાં આવી ચુકી છે. તે મરાઠી ફિલ્મમાં ભાગ્ય અજમાવવા વિચારી રહી છે. મરાઠી ફિલ્મને નિહાળનાર વર્ગ વધારે હોવાથી એશ પણ તૈયારી કરી રહી છે.
તેની ફન્ને ખાન ફિલ્મને લઇને ઉત્સુકતાપૂર્વક રાહ જાઇ રહેલી એશ છેલ્લે કરણ જોહરની ફિલ્મ યે દિલ હે મુશ્કિલમાં નજરે પડી હતી. જેમાં રણબીર કપુરની સાથે તેની જારદાર કેમિસ્ટ્રી રહી હતી. હવે તે નવી ફિલ્મની પટકથા પર અભ્યાસ કરી રહી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ અભિષેક બચ્ચનની સાથે એશને લઇને ફિલ્મ બનાવવાની તૈયારી પણ હાથ ધરાઇ છે. જો કે આને હજુ સુધી સમર્થન મળ્યુ નથી. તેનુ કહેવુ છે કે તે ચોક્કસપણે મરાઠી ફિલ્મમાં કામ કરવા માંગે છે. રિતિક રોશન અને શાહરૂખ ખાનને પણ આ ફિલ્મના ભાગરૂપે અગાઉ બોલાવવામાં આવ્યા હતા.
ઐશ્વર્યા રાય બચ્ચનનો જન્મ ૧લી નવેમ્બર ૧૯૭૩ના દિવસે મેંગલોર (કર્ણાટક)માં થયો હતો. ઐશ્વર્યા સૌથી પહેલાં બેંગ્લોર અને ત્યારબાદ મુંબઈમાં ઊછરી હતી. ૧૩થી ૧૪ વર્ષની વયથી જ તેની ખૂબસુરતીની નોંધ લેવાની શરૂઆત થઈ ગઈ હતી. ભણવામાં તે ખૂબ જ હોશિયાર હતી. ઐશ્વર્યા રાય બચ્ચન મૂળભૂત રીતે તબીબ બનવા ઇચ્છતી હતી પરંતુ સ્કૂલ ઓફ આર્કીટેક્ચરમાં પ્રવેશ એશ્વર્યાને પહેલા મળી ગયો હતો. બાળપણથી જ પોતાની માતાની સાથે દરિયા કિનારે ફરવા અને મંદિરમાં જવાનું ઐશ્વર્યાને ખૂબ જ પસંદ છે. ઐશ્વર્યાની ખૂબસુરતીના કારણે તેને મોટી સફળતાઓ મળશે તે બાબતની નોંધ ફોટોગ્રાફરનો શોખ ધરાવતા પ્રોફેસરે લીધી હતી. એશ બોલિવુડની સૌથી કુશળ અભિનેત્રીઓ પૈકી એક તરીકે ઉભરી ચુકી છે.