પોતાની કવિતા અને ભાષણો દ્વારા લોકોના મન મોહી લેનારા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અટલજીને રુટિન ચેક-અપ માટે જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અત્યારસુધી તેમનું રુટિન ચેક-અપ ઘરે જ તું હતુ પરંતુ આ વખતે તેમને હોસ્પિટલ લાવવા પડ્યા હતા. ઉલ્લેખનિય છે કે 2008થી અટલજી વ્હીલચેર ઉપર જ છે. તેમની તબિયત છેલ્લા ઘણા સમયથી સારી રહેતુ નથી..
અટલજીને એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમનુ ડાયાલિસીસ કરવામાં આવ્યુ હતુ. કહેવામાં આવે છે કે તેમને યુરિન ઇન્ફેક્શન છે. ડાયાલિસીસ બાદ અટલજીની તબિયતમાં સુધારો આવ્યો છે. તેમનુ યુરિન પાસ થવા લાગ્યુ છે. અટલજીને થોડાસમય સુધી આઇ સી યુમાં જ રાખવામાં આવશે. વેન્ટિલેટર હટાવી લેવામાં આવ્યુ છે, કારણકે અટલજી કુદરતી રીતે શ્વાસ લેવા લાગ્યા છે.
એમ્સના ડિરેક્ટર રણદિપ ગુલેરિયાની દેખરેખમાં ઇલાજ થઇ રહ્યુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કોંગ્રસ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા. અટલજીને કિડની સબંધિત તકલીફ હતી. ડાયાલિસીસ કર્યા બાદ તેમની તબિયતમાં સુધાર છે. બિમારીના ઇલાજ માટે ડોક્ટરની ટીમ ખડે પગે ઉભી રહી છે. 93 વર્ષના અટલજી હવે સુધારા પર છે. કોંગ્રેસના ઓફિશીયલ ટ્વિટર એકાઉન્ટ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યુ હતુ કે, વિ વિશ અટલજી અ સ્પીડી રિકવરી..!!