હવે પ્રભાસ સાહો બાદ કોઇ મોટી ફિલ્મમાં કામ નહી કરે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : સાઉથના સુપરસ્ટાર પ્રભાસે પોતાની બાહુબલી સિરિઝની બે ફિલ્મો મારફતે ભારતમાં જ નહીં બલ્કે વિદેશમાં પણ ભારે લોકપ્રિયતા મેળવી હતી. હવે પ્રભાસની નવી ફિલ્મ રજૂ થવાના આરે છે. તેની છેલ્લી ફિલ્મ રજૂ કરવામાં આવ્યાના બે વર્ષ બાદ પ્રભાસની નવી ફિલ્મ સાહો રજૂ કરવામાં આવી રહી છે. સાહો સાથે તે ફરી એકવાર મોટા પરદા પર એન્ટ્રી કરવા જઇ રહ્યો છે. આ ફિલ્મ અનેક ભાષામાં તૈયાર કરવામાં આવી રહી છે. આમાં કેટલાક મોટા સ્ટાર કામ કરી રહ્યા છે.

આ ફિલ્મને ભારતની સાથે સાથે કેટલાક દેશોમાં બનેલી હજુ સુધીની સૌથી મોંઘી ફિલ્મ તરીકે જાવામાં આવી રહી છે. પ્રભાસે છેલ્લા છ વર્ષમાં માત્ર ત્રણ  ફિલ્મો કરી છે. હવે પ્રભાસ માને છે કે આવી મોટા બજેટની ફિલ્મોમાં કામ કરવાની બાબત થકવી દે છે. આવી ફિલ્મોના પ્રોડક્શનમાં સમય પણ ખુબ લાગે છે. પ્રભાસે કહ્યુ છે કે આટલા સમયમાં ૨-૩ ફિલ્મો બનાવી શકાય છે. પ્રભાસની આ ટિપ્પણી બાદ માનવામાં આવે છે કે તે ટુંકા ગાળામાં કોઇ મહાકાય મોટી ફિલ્મમાં કામ કરનાર નથી. તેનુ કહેવુ છે કે તે મોટા બજેટની ફિલ્મોથી દુર રહીને હાલમાં ટુકા ગાળાની ફિલ્મો કરનાર છે.

સાહો કઇ રીતે સુપરહિટ થઇ રહી છે તે અંગે પુછવામાં આવતા પ્રભાસે કહ્યુ છે કે તેની છેલ્લી ફિલ્મ બાહુબલી જેટલી મોટી ફિલ્મ આ સાબિત થનાર નથી પરંતુ આ ફિલ્મ અલગ પ્રકારની ફિલ્મ છે. જે ચાહકોને ગમશે. ફિલ્મમાં એક્શન સીન દિલધડક રાખવામાં આવ્યા છે. સારા ગીતો પણ છે. તમામ ચાહકો માને છે કે પ્રભાસની આ ફિલ્મ તેની અગાઉની ફિલ્મ કરતા વધારે સુપરહિટ થનાર છે. ફિલ્મના ગીતો પહેલાથી જ લોકપ્રિય થઇ રહ્યા છે. સાહોમાં પ્રભાસ ઉપરાંત શ્રદ્ધા કપુર, નીલ નિતિન મુકેશ, મન્દિરા બેદી, જેકી શ્રોફ, ચન્કી પાન્ડે પણ કામ કરી રહ્યા છે.

 

Share This Article