નવી દિલ્હી : દેશના ખેડુતો અને ગ્રામીણ વિસ્તારોમાં પોતાની છાપને નવેસરથી મજબુત કરવાના હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર હવે ટુંક સમયમાં જ મોટી જાહેરાત કરી શકે છે. આના માટે ગંભીરતાપૂર્વક વિચારણા ચાલી રહી છે. આ સ્કીમ હેટળ યુનિવર્સિવલ બેઝિક ઇનકમ અને તેલંગાણાના ખેડુત મોડલને અપનાવવાના વિષય પર ચર્ચા ચાલી રહી છે. કેન્દ્ર સરકાર અને બાજપના લોકોને પણ લાગે છે કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીએ જે રીતે ખેડુતો સાથે જોડાયેલા મુદ્દાને આક્રમક રીતે ઉઠાવ્યા છે તેને જાતા ભાજપની ચિંતા વધી છે. ભાજપના લોકો માને છે કે જા કોંગ્રેસની આ આક્રમક નીતિનો જવાબ આપવામાં નહીં આવે તો લોકસભાની ચૂંટણીમાં નુકસાન થઇ શકે છે.
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશ, છત્તિસગઢ અને રાજસ્થાનમાં ખેડુતોના મુદ્દાને જારદાર રીતે ઉઠાવ્યા હતા. જેથી પાર્ટીએ ભાજપ પાસેથી ત્રણેય રાજ્યોમાં સત્તા આંચકી લીધી છે. કોંગ્રેસ આ મુદ્દાને દેશભરમાં ઉઠાવશે તેવી જાહેરાત રાહુલ ગાંધી કરી ચુક્યા છે. રાહુલે હાલમાં આનો સંકેત પણ આપ્યો હતો. રાહુલે કહ્યુ હતુ કે દેશના ખેડુતોના ભવિષ્યને સુધારી શકાય તે માટે દરેક કામ તેઓ કરનાર છે. પ્રાપ્ત માહિતી મુજબ મોદી ૧૫મી જાન્યુઆરીના બાદ કોઇ મોટી જાહેરાત કરી શકે છે. ૨૭મી ડિસેમ્બરના દિવસે મોદી યુબીઆઇને લાગુ કરવામાં આવ્યા બાદ હજુ સુધી કરવામાં આવેલી જમીની કામગીરીની સમીક્ષા કરશે. સરકાર આને દેશના ૧૦ કરોડ લોકોની વચ્ચે લાગુ કરવાની યોજના ધરાવે છે.
૧૫મી જાન્યુઆરી બાદ આની જાહેરાત કરવામાં આવી શકે છે. આ સ્કીમ હેઠળ દરેકને એક ખાસ રકમ આપવામાં આવે છે. સરકાર શરૂઆતમાં બેથી અઢી હજાર રૂપિયા ચુકવવા માટેની નીતિ પર કામ કરી રહી છે. ભાજપે રાજસ્થાન ચૂંટણીમાં આ મુદ્દાની વાત કરી હતી. આ પહેલા આર્થિક સર્વેમાં યુબીઆઇની વાત કરવામાં આવી હતી. મોદી સરકાર પહેલા વર્ષે આ યોજનામાં આશરે ૧૦ હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવાની બાબત શોધી રહી છે. ફિનલેન્ડમાં આ યોજના લાગુ કરવામાં આવી હતી.
ત્યારબાદ બે ડઝન દેશોમાં આ સ્કીમને અમલી કરવામામાં આવી હતી. વર્ષ ૨૦૧૬માં ઇન્દોરના એક ગામમાં આ સ્કીમ લાગુ કરવામાં આવી હતી. ઇન્દોરના એક ગામમાં ૬૦૦૦ લોકોને પાંચ વર્ષ સુધી દરેક મહિનામાં વેતનની ચુકવણી કરવામાં આવી હતી. આ સ્કીમ હેઠળ વરિષ્ઠ લોકોને ૫૦૦ રૂપિયા અને બાળકોને ૧૫૦ રૂપિયા આપવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારે તેલંગણાની યોજનાને પણ ગંભીરતા સાથે લીધી છે. કેન્દ્રિય અધિકારીઓની ઉચ્ચ સ્તરીય ટીમ હાલમાં તેલંગણાથી પરત ફરી છે. આ ટીમે પીએમઓને એક રિપોર્ટ સોંપી દીધા બાદ તેના પર મુલ્યાંકનની કામગીરી ચાલી રહી છે. ભાજપ શાંસિત રાજ્ય ઝારખંડમાં પણ આ યોજના અમલી કરવામાં આવી છે.