અમદાવાદમાં રથયાત્રા પૂર્વે શહેરના કોટ વિસ્તારમાં જર્જરિત મકાનોને નૉટિસ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

આગામી રથયાત્રાને પગલે સરકાર અને વહીવટી તંત્ર સતર્ક થઇ ગયુ છે, રથયાત્રા પૂર્વે અમદાવાદમાં ખાસ કરીને કોઇ પ્રશ્નો નડતરરૂપ ના રહે તે માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, રથયાત્રા પૂર્વે કોટ વિસ્તારમા જર્જરિત મકાનો અંગે નૉટિસ આપવાનુ શરૂ કરી દેવામાં આવ્યુ છે. અમદાવાદ મ્યુ કૉર્પોરેશને નૉટિસ આપાવની કામગીરી ઝડપથી શરૂ કરી દીધી છે. એમએમસીની આ કાર્યવાહીમાં ખાસ કરીને કોટ વિસ્તારમાં આસ્ટોડીયા, જમાલપુર, ખમાસા, રાયપુર, શાહપુર સહિતના વિસ્તારોમા ૧૦૦થી વધુ મકાનો એવા છે જે જર્જરિત હાલતમા છે, આ તમામને નૉટિસ આપવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે.

Share This Article