અમદાવાદ : ધો. 7ના વિદ્યાર્થીને માર મારવા મામલે હેબ્રોન સ્કૂલને નોટિસ, શિક્ષક સસ્પેન્ડ

Rudra
By Rudra 2 Min Read

અમદાવાદ : ફરી એકવાર શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હોય તેવો કિસ્સો સામે આવ્યો છે જેમાં, મણિનગર વિસ્તારમાં આવેલી હેબ્રોન સ્કૂલમાં ધોરણ 7માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને શિક્ષિકાએ માર માર્યો હોવાનો આક્ષેપ વાલીએ કર્યો હતો. આ મામલે વાલીએ જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરી હતી જેને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શિક્ષિકાને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા તેમજ સ્કૂલને નોટિસ પણ ફટકારવામાં આવી હતી અને શિક્ષિકા વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધવાનો આદેશ કર્યો હતો.

અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી હેબ્રોન સ્કૂલમાં ગુજરાતી ભાષાના શિક્ષિકાએ ધોરણ 7ના વિદ્યાર્થીને માર માર્યો હતો. જો કે, આ પછી વિદ્યાર્થી ઘરે પરત પહોંચ્યો, ત્યારે તેને સમગ્ર મામલે તેના માતા-પિતાને જાણ કરી હતી. સમગ્ર મામલે વાલીએ જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં અરજીને કરીને જાણ કરી હતી. ધોરણ 7ના વિદ્યાર્થીને માર મારવાની ઘટનામાં અધિકારીએ તાત્કાલિક પગલા લઈને શિક્ષિકાને સસ્પેન્ડ કરી દીધા હતા. તેમજ આ મામલે વાલીએ શિક્ષણ અધિકારીને ફરિયાદ કરી હતી. જ્યારે અધિકારીએ ઘટનાને લઈને જવાબદાર શિક્ષિકા વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધવાના આદેશ કરવામાં આવ્યા. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સ્કૂલને નોટિસ ફટકારવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે, વિદ્યાર્થીને માર મારનાર શિક્ષિકા સામે કાયદેસરની કાર્યવાહી કરીને તેનો અહેવાલ એક દિવસમાં શિક્ષણ વિભાગની કચેરીએ રજૂ કરવો. જો આમ નહીં કરવામાં આવે તો સ્કૂલ મંડળ વિરૂદ્ધમાં નિયમોનુસાર માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી કરવાની ફરજ પડી શકે છે.

Share This Article