મુંબઇ : નોટબંધીના બે વર્ષ બાદ હવે ઇન્ક્મ ટેક્સ વિભાગે એવા લોકોની સામે તપાસ શરૂ કરી દીધી છે જે લોકોએ બેંક ખાતામાં બિનહિસાબી રકમ જમા કરાવી હતી. રેવેન્યુ વિભાગે આવા લોકોની સામે બેનામી એક્ટ હેઠળ શરૂઆતી નોટીસ જારી કરી દીધી છે. આ પ્રકારના લોકોને તેમની જમા રકમના સોર્સ અંગે માહિતી આપવા માટે કહેવામાં આવ્યુ છે. ઘટનાક્રમથી વાકેફ રહેલા લોકોએ કહ્યુ છે કે પ્રથમ તબક્કામાં આશરે ૧૦૦૦૦ લોકોને નોટીસ ફટકારી દેવામાં આવી છે. આવનાર સમયમાં અન્ય લોકોને પણ નોટીસ જારી કરવામાં આવી શકે છે.
નવેમ્બર ૨૦૧૬માં કરવામાં આવેલી નોટબંધીના પરિણામસ્વરૂપે સરક્યુલેશનથી બહાર કરવામાં આવેલી નોટ બેકિંગ સેક્ટરમાં પરત આવી ચુકી છે. અલબત્ત એક સરકારી અધિકારીએ કહ્ય છે કે પૈસા બેકિંગ ક્ષેત્રમાં પરત આવ્યા છે પરંત કોઇને કોઇ નામ સાથે જાડાયેલા છે. માત્ર ઇન્ક્મ ટેક્સ વિભાગ જ નહીં બલ્કે અન્ય સરકારી વિભાગો પણ આ ડેટાનો ઉપયોગ આગામી સમયમાં તપાસ માટે કરી શકે છે. ઇડસ્ટ્રીઝ પર નજર રાખનાર લોકોનુ કહેવુ છે કે બેનામી એક્ટ ખુબ મોટા પાયે છે. આ નોટીસના કારણે કેટલાક લોકોને જેલ પણ થઇ શકે છે.
અશોક માહેશ્વરી એન્ડ એસોસિએટ્સના પાર્ટનર અમિત માહેશ્વરીએ કહ્યુ છે કે ઇન્ક્મ ટેક્સને જે કેશ ડિપોઝિટ બિનહિસાબી હોવાની શંકા છે તે મામલામાં બેનામી નોટિસ મોકલી દેવામાં આવ્યા છે. હાલમાં મોટા ટ્રાન્જ્કેશન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યુ છે. પરંતુ આ નોટીસનો અર્થ એ છે કે ટેક્સ ચોરી કરનાર લોકો સામે તવાઇ આવી શકે છે. ઇન્ક્મ ટેક્સ ડિપાર્ટમેન્ટ ડેટા એનાલિસીસમાં વ્યસ્ત છે. ટેક્સ વિભાગ દ્વારા ફોન રેકોર્ડ, ક્રેડિટ કાર્ડ, પેન કાર્ડની વિગતોમાં તપાસમાં વ્યસ્ત છે. સોશિયલ મિડિયા મારફતે હાંસલ કરવામાં આવેલી સુચનામાં પણ ધ્યાન આપી રહી છે. શંકાવાળી ચીજા શોધી કાઢવા માટેના તમામ પ્રયાસો થઇ રહ્યા છે. નવી વિગત ટુંક સમયમાં જ સપાટી પર આવી શકે છે. નવેસરથી કાર્યવાહીની શરૂઆત થતા ચર્ચા જાવા મળી રહી છે.