રિલેશનશીપમાં રહેવા માટે તૈયાર જ નથી : કેટરીના કેફ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : કેટરીના કેફ પાસે હાલમાં કેટલાક મોટા પ્રોજેક્ટ છે. જે પૈકી સૌથી મોટા પ્રોજેક્ટ તરીકે સલમાન ખાનની ફિલ્મ ભારતને ગણી શકાય છે. લાંબા સમય બાદ તે સલમાન સાથે કામ કરી રહી છે. તેનુ કહેવુ છે કે તે હવે રિલેશનશીપમાં આવવા માટે તૈયાર નથી. રણબીર કપુર સાથે ઘણા સમય સુધી રિલેશનશીપમાં રહ્યા બાદ બંને અલગ થઇ ચુક્યા છે. રણબીર કપુર હાલમાં આલિયા ભટ્ટની સાથે દેખાઇ  રહ્યો છે. સલમાન ખાનની સાથે ફિલ્મને લઇને તે વ્યસ્ત થયેલી છે.હાલમાં તેની કેટલીક ફિલ્મો ફ્લોપ રહી છે. જેમાં મોટી ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનનો સમાવેશ થાય છે. સલમાન ખાન સાથેની તેની ફિલ્મ ભારત જુનમાં રજૂ કરવામાં આવનાર છે. ઠગ્સ ઓફ  હિન્દુસ્તાન નામની ફિલ્મ  ફ્લોપ રહી છે.

કેટરીના કેફ પાસે અન્ય બે મોટી ફિલ્મો પણ હાથમાં છે. જેમાં રાજનીતિ-૨ ફિલ્મમાં પણ તે કામ કરનાર છે. મુળભૂત ફિલ્મમાં પણ તે જ હતી. જેમાં તેની સાથે રણબીર કપુર, અર્જુન રામપાલ, અજય દેવગન અને મનોજ વાજપેયીની ભૂમિકા હતી.  ફિલ્મની ચારેબાજુ પ્રશંસા થઇ હતી.  ઠગ્સ ઓફ હિન્દુસ્તાન આમીર ખાન અને અમિતાભ બચ્ચન અભિનિત આ ફિલ્મ હોવાથી તમામ ચાહક વર્ગમાં આની ચર્ચા જોવા મળી રહી હતી. જો કે આ ફિલ્મ ફ્લોપ સાબિત થઇ હતી.

કેટરીના કેફનુ નામ સલમાન, આદિત્ય રોય કપુર, સિદ્ધાર્થ મલહોત્રાની સાથે જાડાયો હતો. વર્ષ ૨૦૧૩માં તે બોલિવુડમાં આવી હતી. તે ડાન્સ અને હિન્દી ભાષામાં સંપૂર્ણ પ્રભુત્વ ધરાવે છે. તેની મહેનતને કારણે તેને આ સફળતા હાથ લાગી છે.કેટરીના કેફ સૌથી પહેલા સલમાન ખાનની સાથે સંબંધના કારણે ચર્ચામાં આવી હતી. સલમાન ખાન સાથે સંબંધના કારણે જ તેની કેરિયર પણ બોલિવુડમાં પહેલા આગળ વધી હતી. ત્રણેય ખાન સાથે તેની ફિલ્મોના લીધે તે સ્ટાર બની ગઇ હતી.

Share This Article