જમ્મુ-કશ્મીરમાં પીડીપી સાથે ગઠબંધન તોડીને ભારતીય જનતા પાર્ટીએ 2019ના પ્રચારનો પ્રારંભ કરી દીધો છે. ભારતીય જનતા પાર્ટીના લોકોને ખબર છે કે અલ્પસંખ્યક અને ખાસ કરીને મુસ્લિમ લોકોનો વોટ તેમને મળવાનો નથી. માટે ભાજપે જ્મ્મુ-કશ્મીર સાથે પોતાનુ ગઠબંધન તોડી નાંખ્યુ છે.
ભજપને ખબર છે કે, ફક્ત વિકાસના નારાથી ભાજપને વોટ મળવાના નથી. 2019માં વોટ મેળવવા માટે ભાજપે અત્યારથી જ પ્રયાસ શરૂ કરી દીધા છે. મહેબૂબા મુફ્તીએ રાજીનામુ આપ્યા બાદ ભારતીય જનતા પાર્ટીના ગળેથી જાણે લટકતી તલવાર દૂર થઇ ગઇ છે. કશ્મીરમાં રહેતા હિંદુ અને તેમની અસ્મિતાને સાચવવાની વાત કરવી તે આસાન નથી. ગઠબંધન તોડવાની વાતની ભનક પણ લાગવા દીધી નહોતી. બાદમાં અંતરિક મિટીંગ કરીને પીડીપી સાથેનું ગઠબંધન તોડી નાંખ્યુ હતું.
2019ની ચૂંટણીમાં ફરી કેન્દ્રમાં પોતાની સરકારને કેવી રીતે લાવવી તે બાબતે અમિત શાહ પણ દેશના મોટા નેતાઓને મળીને ભાજપ તરફ લાવી રહ્યા છે. શિવસેનાએ ભાજપ સાથે જોડાવાની ના કહી દીધી છે. સાથે જ તેમણે કહ્યું છે કે, તેઓ એકલા જ ચૂંટણી લડશે.
હવે ભારતીય જનતા પાર્ટી હુકમનો એક્કો કાઢીને 2019ની ચૂંટણીમાં જીતે તો નવાઇ નહી.