મુંબઇ : મની લોન્ડરિંગના મામલામાં આરોપી અને વિવાદાસ્પદ ઇસ્લામિક ઉપદ્દેશક જાકર નાઇની સામે સકંજા વધારે મજબુત કરવામાં આવી રહ્યુ છે. મની લોન્ડરિંગના આરોપોનો સામનો કરી રહેલા આ જાકિર નાઇકના આવકના કોઇ સોર્સ ન હોવા છતાં ભારતમાં તેમના બેંક ખાતામાં ૪૯ કરોડ રૂપિયા ટ્રાન્સફર થયા છે. આના કારણે તપાસ સંસ્થા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોરેટ પણ હેરાન છે. હવે તેના દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઇડી દ્વારા ખાસ કોર્ટમાં નાઇકની સામે દાખલ કરવામા આવેલી ચાર્જશીટમાં આ પ્રકારના દાવા કરવામા આવી રહ્યા છે. ન્યાયાધીશ એમએસ આજમીએ નાઇકની સામે ઇડી દ્વારા દાખલ કરવામાં આવેલી મની લોન્ડરિંગ ફરિયાદ હેઠળ આની ગંભીર નોંધ લીધી હતી. જાકિર નાઇક હાલમાં મલેશિયામાં રહે છે.
ચાર્જશીટમાં કહેવામાં આવ્યુ છે કે સમગ્ર દુનિયામાં ફરીને પોતાના ઉપદેશ મારફતે જંગી આવક મેળવી રહેલા જાકિર નાઇકની સંપત્ત પર ભારતમાં નજર રાખવામાં આવી છે. તેમની સંસ્થા પર પહેલાથી જ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ચાર્જશીટમાં કહેવામાં આવ્યુ છે કે સમગ્ર દુનિયામાં જાકિર ફરે છે. તેના દ્વારા ઉપદેશ આપવામાં આવે છે.
જાકિર નાઇક પાસે કોઇ કારોબાર અથવા તો આવકના સોર્સ તરીકે કોઇ ચીજ નથી. તેમાં કહેવામાં આવ્યુ છે કે આવી સ્થિતીમાં તેની પાસે ભારતીય ખાતામાં આટલી જંગી રકમ કઇ રીતે આવી છે તે તપાસનો વિષય છે. તે પોતાના ખાતામાં ૪૯ કરોડ રૂપિયા ટાન્સફર કરાવી લેવામાં સફળ રહ્યો છે. કેન્દ્રિય તપાસ સંસ્થા દ્વારા હજુ સુધી નાઇકના બે સાથીઓને પકડી ચુકી છે. જેમાં આમિર ગજદાર અને નજામુદ્દીન સાથકનો સમાવેશ થાય છે. ઇડી દ્વારા ૨૦૧૬માં નાઇકની સામે કેસ દાખલ કર્યો હતો. જાકિર નાઇકની સામે સંજજા મજબુત કરાયો છે.