નવી દિલ્હી : સમગ્ર ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી પડી રહી છે. ધુમ્મસની ચાદર પણ ફેલાઇ ગઇ છે. જેના કારણે સવારમાં વાહન વ્યવહારને માઠી અસર થઇ રહી છે. અકસ્માતનો ખતરો વધી ગયો છે. બીજી બાજુ રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં પ્રદુષણનુ સ્તર સતત વધી રહ્યુ છે. પ્રદુષણના સ્તરમાં વધારો થતા લોકોને થોડાક દિવસ ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. સ્માગની ચાદર દિલ્હીમાં બે દિવસથી જામેલી છે. શ્વાસના રોગી અને ફેફસાની તકલીફ ધરાવતા લોકોને તકલીફ વધી શકે છે.
સમગ્ર ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી પડી રહી છે. કાતિલ ઠંડીના કારણે લોકોની હાલત કફોડી બનેલી છે. જનજીવનને પણ અસર થઇ રહી છે. વાહન વ્યવહાર અને ટ્રેન સેવાને અસર થઇ રહી છે. ધુમ્મસની ચાદર જાવા મળી રહી છે. બીજી બાજુ જમ્મુ કાશ્મીરમાં ચેલ્લાઇ કાલાના નામથી જાણીતા ઠંડીના સૌથી ખતરનાક ગાળાની શરૂઆત થઇ ગઇ છે. દિલ્હીમાં પણ હાડ થિજવતી ઠંડી પડી રહી છે. જમ્મુ કાશ્મીરમાં ચિલ્લાઇ કલાનો ગાળો થરૂ થયા બાદ હવે આ ગાળો ૩૧મી જાન્યઆરી સુધી જારી રહેશે. કાશ્મીરમાં તો આ ગાળો આના કરતા પણ વધારે સમય સુધી રહી શકે છે.રાજસ્થાનના માઉન્ટ આબુ અને અન્ય વિસ્તારોમાં લોકોની હાલત કફોડી બનેલી છે.ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનુ મોજુ ફરી વળ્યુ છે.
કાતિલ ઠંડીના કારણે હાલમાં કોઇ રાહત મળે તેવી શક્યતા ઓછી છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને દિલ્હીમાં જનજીવન પર અસર થઇ છે. ધુમ્મસના કારણે વધારે ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. બીજી બાજુ જમ્મુ કાશ્મીર અને હિમાચલપ્રદેશમાં મોટા ભાગના વિસ્તારોમાં માઇનસમાં તાપમાન છે. ધુમ્મસની સ્થિતી વચ્ચે વધારે ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. ધુમ્મસની સ્થિતીના કારણે વિમાની અને ટ્રેન સેવાને અસર થઇ હતી. લોકો અટવાયા છે.