ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોના કારણે સામાન્ય લોકોને જ તકલીફ ઉઠાવવાની ફરજ પડે છે. બંને દેશોના લોકો દશકોથી તેમની કોઇ ભુલ ન હોવા છતાં કિંમતો ચુકવી રહ્યા છે. આ બાબતથી ઇન્કાર કરી શકાય નહીં કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો તો મોટા ભાગે કડવાટભરેલા જ રહેલા છે. ટેન્શન વધે છે તો અંતર પણ વધે છે. ઇતિહાસ સાક્ષી છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધ તો છેલ્લા સાત દશકોથી ખરાબ જ થયેલા છે. જેની સીધી અસર સામાન્ય લોકો પર થઇ રહી છે. સરહદી વિસ્તારોમાં રહેતા લોકો હોય કે પછી જમ્મુ કાશ્મીરમાં રહેનાર લોકો હોય તેમને હમેંશા મોતનો ખતરો રહે છે.
તેમને વારંવાર થતા ગોળીબારને લઇને દહેશતમાં રહેવાની ફરજ પડે છે. જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને નાબુદ કરી દેવામાં આવ્યા બાદ બંને દેશો વચ્ચે ટેન્શન વધી રહી છે. ટેન્શનની મારનો સામનો સામાન્ય લોકો કરી રહ્યા છે. ત્યારબાદ બંને દેશો દોડતી સમજાતા એક્સપ્રેસને રદ કરી દેવામાં આવી છે. બંને દેશો વચ્ચે વિમાની સેવા આજે પણ જારી છે. એટલે કે રેલવે અને બસ સેવાની અસર એવા લોકો પર થનાર છે જે વિમાની યાત્રાનો ખર્ચ ઉઠાવી શકતા નથી. અટલ બિહારી વાજપેયીની પહેલ પર ૨૦ વર્ષ પહેલા નવી દિલ્હીથી લાહોર વચ્ચે બસ સેવા શરૂ કરવામાં આવી હતી. પ્રથમ યાત્રામાં વાયજેપીય પોતે ૧૯મી ફેબ્રુઆરી ૧૯૯૯ના દિવસે દિલ્હીથી લાહોર પહોંચી ગયા હતા. વાઘા સરહદ પર એ વખતે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ દ્વારા તેમનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ. યાત્રાનો ઉદ્ધેશ્ય બંને દેશોની વચ્ચે અંતરને ઘટાડી દેવા માટેનો રહેલો છે. બસ સેવા શરૂ કરવામા આવ્યાના બે વર્ષ બાદ ભારતીય સંસદ પર પાકિસ્તાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બસ સેવા બંધ કરી દેવામાં આવી હતી.
બે વર્ષ બાદ ૨૦૦૩માં બસ સેવા ફરી શરૂ કરી દેવામાં આવી હતી. આ બાબતને નકારી શકાય નહીં કે બંને દેશો વચ્ચેના સંબંધ મોટા ભાગે ખરાબ જ રહ્યા છે. ટેન્સન જ્યારે પણ વધે છે ત્યારે તેની કિંમત સામાન્ય પ્રજા ચુકેવ છે. ટેન્શન વધે છે ત્યારે વેપાર સંબંધ પણ તુટી જાય છે. સાંસ્કૃતિક આદાન પ્રદાન પણ રોકાઇ જાય છે. રેલવે અને બસ સેવા પણ રોકાઇ જાય છે. જા કે વિમાની સેવા જારી રહે છે. જ્યારે ટેન્શન રહે છે ત્યારે વિમાની સેવા કેમ બંધ કરવામાં આવતી નથી તે પણ એક પ્રશ્ન રહે છે.
ભારે ટેન્શન વચ્ચે ભારતીય ગાયક મિકા સિંહે હાલમાં પાકિસ્તાનમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપી હતી. જેમાં અનેક ગીતો સહિતના કાર્યક્રમ યોજવામા આવ્યા હતા. મિકા સિંહ હાલમાં પાકિસ્તાનમાં પૈસા પણ કમાવી રહ્યો છે. શ્રીનગર જ વાત કરવામાં આવે તો છેલ્લા એક સપ્તાહથી ત્યાં દુકાનો અને વેપાર બંધ છે.
જો કે ફાઇવ સ્ટાર હોટેલો અને રેસ્ટોરન્ટ જારી છે. દુશ્મની થાય છે નિભાવવા માટે પરંતુ દુશ્મની પૂર્ણ રીતે અદા કરવામાં આવતી નથી. વિમાની સેવા જારી રહે અને બસ અને ટ્રેન સેવા બંધ કરી દેવામાં આવે તે બાબત તો કોઇને ગલે ઉતરે તેમ નથી. બંને દેશોમાં માંગ છે કે રેલ અને બસ સેવા કેમ બંધ કરવામાં આવી છે. માંગ વાજબી પણ છે.