ફિલ્મ “સ્ટ્રીટ ડાન્સર ૩ડી”નું નોરા ફતેહીનું ગીત ગરમી વધારી રહ્યું છે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

વરૂણ ધવન , નોરા ફતેહી  અને શ્રધ્ધા કપૂર  સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર ૩ડી હવે રિલીઝ થવા માટે હાલ  તૈયાર છે.ગત સપ્તાહે આ ફિલ્મનું જોરદાર ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. એ પછી ફિલ્મનું મુકાબલા ગીત પણ ઘણું હીટ રહ્યું છે ત્યારે હવે રિલીઝ કરાયેલ ગરમી ગીતે તો જાણે બોલીવુડ અને સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે. આ ગીત ગરમી પોતાના નામ અનુસાર સોશિયલ મીડિયામાં તાપમાન વધારી રહ્યું છે. આ ગીતને ઘણા વ્યૂઝ મળી રહ્યા છે અને નોરાના ડાન્સને લોકો ઘણો પસંદ કરી રહ્યા છે. આ ગીતને બાદશાહ અને નેહા કક્કડે પોતાનો અવાજ આપ્યો છે. આ ગીત આ વર્ષે ન્યૂ ઇયર પાર્ટીની જાન બનવા માટે તૈયાર છે.

સ્ટ્રીટ ડાન્સર ૩ડીમાં ફિલ્મ ફ્રેન્ચાઇઝીના જુના કલાકારો સાથે જાણીતા ડાન્સર અને એક્ટ્રેસ નોરા ફતેહીની એન્ટ્રી થઇ છે. ફિલ્મનું નિર્દેશન જાણીતા કોરિયોગ્રાફર અને નિર્દેશક રેમો ડિસૂજાએ કર્યું છે. આ ફિલ્મ ટી સીરીઝના બેનર હેઠળ બની છે. આ ફિલ્મ ૨૪ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ રિલીઝ થવાની છે.

Share This Article