દિલબર અને કમરિયા સોંગથી મોડલ નોરા ફતેહી સુપર હિટ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : દિલબર અને કમરિયા જેવા આ વર્ષના હિટ સોંગના વિડિયોમાં નજરે પડેલી નોરા ફતેનું કહેવું છે કે, વર્ષ ૨૦૧૮માં તેના માટે અનેક મોટી સફળતાઓ આવી હતી. સલમાન ખાન અભિનિત ભારત જેવી ફિલ્મમાં પણ તે ભૂમિકા અદા કરી કરી ચુકી છે. તેનું કહેવું છે કે, વર્ષ ૨૦૧૯ ચોક્કસપણે તેના વર્ષ તરીકે છે. તેનું કહેવું છે કે, આ વર્ષના ગાળા દરમિયાન તે ખુબ મહેનત કરી ચુકી છે પરંતુ હજુ પણ વધુ સારા પરિણામ માટે આશાવાદી છે.

તેનું કહેવું છે કે, આ વર્ષમાં સૌથી મોટા સોંગ તરીકે તેની પાસે ક્રેડિટ આવી છે પરંતુ તે હજુ પણ વધુ સારું કામ કરવા માટે ઇચ્છુક છે. સત્યમેવ જયતેમાંથી દિલબર વિડિયો યુ ટ્યુબ ઉપર ૭૦૦ મિલિયન વખત જાવામાં આવી ચુક્યું છે. આ સોંગે ૧૯૯૯ના સુપરહિટ સોંગનો જાદુ ફરી જગાવ્યો છે. ૧૯૯૯માં આવેલી સિર્ફ તુમ ફિલ્મમાંથી આ ગીતે ભારે ચર્ચા જગાવી હતી. નોરાનું કહેવું છે કે, આ ગીતની અરેબિક આવૃત્તિ પણ તૈયાર કરવામાં આવી રહી છે. તેની કેરિયરમાં દિલબર ટર્નિગ પોઇન્ટ તરીકે છે. દિલબર ગીત રજૂ થયા બાદથી તે જુદા જુદા દેશોમાં પ્રવાસ કરી ચુકી છે. આ સોંગે દેશભરમાં ભારે ચર્ચા જગાવી છે.

કોફી શોપ, હોટલો અને અન્યત્ર જગ્યા પર આ ગીતે ભારે ચર્ચા જગાવી છે. ભારતની બહાર પણ આ ગીતની લોકપ્રિયતા વધી છે. હાલમાં તે બાટલા હાઉસ ફિલ્મમાં નજરે પડી હતી.  આ ફિલ્મમાં પણ તેની પાસેથી જારદાર અપેક્ષા રાખવામાં આવી રહી હતી. તેનું કહેવું છે કે, આ વિડિયોના કારણે તેની લોકપ્રિયતા વધતા હવે તેની પાસે અન્ય ફિલ્મોની ઓફર આવી રહી છે. મોડલ નોરાનું કહેવું છે કે, વર્ષ ૨૦૧૮માં તેને જે પ્રકારની સફળતા મળી હતી તેવી સફળતાની આશા હજુ રાખે છે.

Share This Article