નોઇડા : ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ૨૫મી જાન્યુઆરીના દિવસે નોઇડા-ગ્રેટર નોઇડા વચ્ચે એક્વા મેટ્રો લાઈનનું ઉદ્ઘાટન કરી દીધું છે. આ મેટ્રો રુટ સામાન્ય લોકો માટે ૨૬મી જાન્યુઆરીના દિવસે ખુલ જશે. ૨૭મી જાન્યુઆરીથી સવારે છ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા વચ્ચે આ લાઈનની સુવિધા લઇ શકાશે. આ એક્વા લાઈન મેટ્રોના પ્રથમ ફેઝ તરીકે છે જે નોઇડા સેક્ટર ૫૧થી ગ્રેટર નોઇડાના ડેલ્ટા ૨૦૨૧ સુધી પૂર્ણ થશે. ફેઝ-૧ રુટ પર ઓગસ્ટ ૨૦૧૮થી ટ્રાયલ પ્રક્રિયા શરૂ થઇ હતી.
આ રુટમાં કુલ ૨૧ સ્ટેશનો રહેશે જેમાંથી ૧૫ નોઇડા અને છ ગ્રેટર નોઇડામાં રહેશે. ૨૧માંથી ૧૬ સ્ટેશન પર પા‹કગની સુવિધા રહેશે. દરેક મેટ્રો ટ્રેનમાં ચાર-ચાર કોચ રહેશે. એક્વા મેટ્રોના સ્ટેશન પર્યાવરણ ફ્રેન્ડલી બનાવવામાં આવશે. દિલ્હી-નોઇડામાં હાલમાં મેટ્રો ઉપર આધારિત રહેનાર યાત્રીઓ માટે એક પરેશાની એ છે કે, એક્વા લાઈન દિલ્હી મેટ્રોની બ્લુલાઈન સાથે જોડાતી નથી.