અયોધ્યા : રામ મંદિર આંદોલનના ગતિ પકડવા અને રાજકીય મુદ્દા તરીકે તેને રજુઆત કરવામાં આવ્યા બાદ પ્રથમ વખત આવું બની રહ્યું છે જ્યારે આ મુદ્દાને લઈને ચુંટણીમાં કોઈ રાજકીય ગરમી જોવા મળી રહી નથી. ભાજપે રામ મંદિર નિર્માણને આ વખતે પણ પોતાના ઘોષણાપત્રમાં જગ્યા આપી છે પરંતુ પ્રચારમાં તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી. કોઈપણ નેતાએ રામ મંદિરના મુદ્દા પર ચુંટણી માહોલમાં કોઈપણ નિવેદન કર્યું નથી. લોકસભા ચુંટણીમાં રામ મંદિરને લઈને કોઈપણ પ્રકારની ચર્ચા નથી. સાથે સાથે કોઈ રાજકીય રેલીઓમાં આ મુદ્દાને ઉઠાવવામાં આવી રહ્યો નથી. રામનવમીની પૂર્વ સંધ્યા પર અયોધ્યામાં પણ મંદિર ત્યાંજ બનાવવામાં આવે તેવા નારા લાગ્યા ન હતા. જે રામ રાજ્ય રથને લઈને ગયા વર્ષે રવાના કરવાની વાત હતી ત્યાં શુક્રવારના દિવસે અયોધ્યામાં રથ પહોંચ્યા હોવા છતાં ઉદાસીનતા રહી હતી.
આ રામ રાજ્ય રથમાંથી પણ લોકોમાં કોઈ વધારે ઉત્સાહ જાવા મળ્યો ન હતો. માત્ર કેટલાક મંદિર સમર્થક ત્યાં પહોંચ્યા હતા. અવધ યુનિવર્સિટીના સેવાનિવૃત્ત પ્રોફેસર રામશંકર ત્રિપાઠી કહે છે કે બાલાકોટનો મુદ્દો વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે સૌથી જારદાર મુદ્દો બનેલો છે. અયોધ્યામાંથી ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ લલ્લુસિંહ ખુલ્લી રીતે કબુલ કરે છે કે આ વખતે રામ મંદિર નહીં બલ્કે રાષ્ટ્રવાદ મુખ્ય મુદ્દો બની ગયો છે. તેમણે કહ્યું હતું કે મંદિર નહીં પરંતુ રાષ્ટ્રવાદ મુખ્ય મુદ્દો છે. મંદિર કોઈ સમયે મુદ્દો રહ્યો નથી. હવે મોદીના નામ ઉપર અમે જીતવા જઈ રહ્યા છીએ. કારસેવકપુરમમાં પથ્થરોના નિર્માણની કામગીરી ચાલી રહી છે. અહીં ગુજરાતી શિલ્પકાર પથ્થરોથી મંદિરના જુદા જુદા હિસ્સાને આકાર આપી રહ્યા છે. કારસેવકપુરમમાં વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદાર રાજેન્દ્ર પંકજ રામ મંદિરના ચુંટણી મુદ્દાને લઈને વાત કરતા કહે છે કે રાષ્ટ્રવાદ રામ તરીકે છે.
વર્ષ ૧૯૮૯માં રાજીવ ગાંધીએ કોંગ્રેસના ચુંટણી પ્રચારની અહીંથી શરૂઆત કરીને વિવિધ મુદ્દે વાત કરી હતી. ત્યારથી લઈને હજુ સુધી કોઈપણ વડાપ્રધાન અયોધ્યામાં આવ્યા નથી. સ્થાનિક નિવાસી ભોલેનાથ પાંડે કહે છે કે અમે અપેક્ષા રાખી રહ્યા હતા કે રામભક્ત મોદી અહીં એક વખત આવશે પરંતુ તેઓ પણ અહીં પહોંચ્યા નથી. રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા નેતાઓને પણ ભાજપ વધારે મહત્વ નહીં આપવા કહેવામાં આવ્યું છે. રામ મંદિર આંદોલન સાથે જાડાયેલા વિનય કટિયાર કહે છે કે તેમને હજુ સુધી પાર્ટીએ ચુંટણી પ્રચાર કરવા માટે કહ્યું નથી. બાબરી રામ જન્મભૂમિ કેસમાં ઈકબાલ અંસારી પક્ષકાર તરીકે છે. તેમનું કહેવું છે કે રામ લલ્લા મંદિર પહેલાથી જ વિવાદાસ્પદ સ્થળ છે. જ્યાં પાંચ હજાર શ્રદ્ધાળુઓ દરરોજ પૂજા કરે છે. ભાજપનો આ ચુંટણી મુદ્દો કેમ થશે નહીં તેને લઈને ચર્ચા છે. અયોધ્યામાંથી ગઠબંધનના ઉમેદવાર આનંદ સેન દાવો કરે છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ માટે અયોધ્યા વધુ એક અને ગોરખપુર બનવા જઈ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે અયોધ્યામાં ભાજપને વધુ એક કારમી હાર આ વખતે મળશે. અયોધ્યામાં રામ મંદિરને લઈને ચર્ચા થઈ રહી નથી ત્યારે રાજકીય પક્ષો જુદી જુદી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.