નવી દિલ્હી : ઉત્તરપ્રદેશ સહિત જુદા જુદા આવરી લઇને કરવામાં આવેલા નવા સર્વેમાં કોઇપણ પાર્ટી માટે સારી બાબત દર્શાવવામાં આવી નથી. ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં કોઇપણ પાર્ટીને બહુમતિ મળશે નહીં. એનડીએને માત્ર ૨૩૩ સીટો મળી શકે છે. એબીપી ન્યુઝ અને સી-વોટરના સર્વે મુજબ આ વખતે કોઇપણ પાર્ટીને બહુમત મળશે નહીં. યુપીએના ખાતામાં ૧૬૭ સીટો જઈ શકે છે. અન્ય પાર્ટીઓને ૧૪૩ સીટો મળી શકે છે. સર્વે મુજબ યુપીમાં ભાજપને મળનારી સીટોમાં જારદાર ઘટાડો થઇ શકે છે. ભાજપને ૨૪ અને અપના દળને એક સીટ મળી શકે છે. કોંગ્રેસ પાર્ટીને માત્ર ચાર સીટો મળી શકે છે.
બીજી બાજુ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી ગઠબંધનને ૫૧ સીટો મળી શકે છે. બીજી બાજુ બિહારમાં સ્થિતિ જુદી દેખાઈ રહી છે. અહીં ભાજપની સ્થિતિ મજબૂત દેખાઈ રહી છે. એનડીએને ૩૫ સીટો મળી શકે છે. ભાજપને એકલા હાથે ૧૫ સીટો મળી શકે છે. મહાગઠબંધનને માત્ર પાંચ સટો મળી રહી છે. કોંગ્રેસને માત્ર એક સીટ મળી રહી છે. ભાજપ અને શિવસેના વચ્ચેની લડાઈમાં મહારાષ્ટ્રમાં યુપીએને ફાયદો થઇ શકે છે. એનડીએને અહીં ૧૬ સીટો અને યુપીએને ૨૮ સીટો મળી શકે છે.
૨૦૧૪ની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં એનડીએને ૪૧ સીટો મળી હતી. ભાજપને ૨૩ અને શિવસેનાને ૧૮ સીટો મળી હતી. મોદીના વતન રાજ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો અહીં કોઇ ખતરો દેખાઈ રહ્યો નથી. પ્રદેશની ૨૬ લોકસભા પૈકી ભાજપને ૨૪ સીટો મળી શકે છે. છેલ્લી ચૂંટણીમાં ભાજપને તમામ સીટો મળી હતી. મધ્યપ્રદેશમાં લોકસભાની ૨૯ સીટો પૈકી ભાજપને ૨૩ સીટો મળી શકે છે. કોંગ્રેસને માત્ર છ સીટો મળી શકે છે. બંગાળમાં મમતાને ૪૨ પૈકી ૩૪ સીટો મળી શકે છે.