પદ્માવત બાદ દીપિકા નહીં ભજવે કોઈ ઐતિહાસિક પાત્ર

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

 

બહુ ચર્ચિત ફિલ્મ પદ્માવતમાં દીપિકાની રાણી પદમાવતી તરીકેની મુખ્ય ભૂમિકા રહેલી છે. આ પાત્રને ભજવવા માટે દીપિકાએ ખાસ્સી મહેનત અને ઉંડો અભ્યાસ કર્યો. અંતે ફિલ્મ બની પણ ખરી. પરંતુ ઐતિહાસિક પાત્ર ભજવવા બદલ તેને ઘણું સહન કરવું પડ્યું. કરણી સેનાએ જે વિરોધ કર્યો તે કોઈનાથી છૂપો નથી. એટલે સુધી કે દીપિકાનાં નાક કાપી નાખવા સુધીની ધમકીઓ આપી હતી.

1 ડિસેમ્બરે ફિલ્મ રીલીઝ થવાની હતી જે વિરોધનાં પગલે ૨૫ જાન્યુઆરીએ રીલીઝ થઈ. વિરોધનાં કારણે ફિલ્મનાં તમામ કલાકારોને પણ હાલાકી ભોગવવી પડી. તેમ છતાં દીપિકાએ ઘણો સંયમ જાળવી રાખ્યો હતો. આથી તેણે એવું સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે કે હવે પછી ઐતિહાસિક ફિલ્મ નહીં કરે.

Share This Article