સામાન્ય રીતે આવકવેરા વિભાગ અને અન્ય સંસ્થાઓના દરોડાથી પહેલા કાળા નાણાં જમા કરનાર લોકોની પાસેથી મોટી માત્રામાં ૨૦૦૦ની નોટ જપ્ત કરવામાં આવી રહી હતી. હવે આ ટ્રેન્ડ બદલાઇ રહ્યો છે. નવેમ્બર ૨૦૧૬માં થયેલી નોટબંધી બાદ ગેરકાયદે નાણાં જમા કરનાર લોકોના મનમાં વ્યાપક દહેશત જાઇ શકાય છે. તેમના મનમાં કેટલીક દહેશત દેખાઇ રહી છે. તેમના મનમાં એવી દહેશત રહેલી છે કે ક્યારે સરકાર ૨૦૦૦ રૂપિયાની નોટ બંધ કરી શકે છે.
આ સમય માર્કેટમાં સૌથી વધારે મોટી નોટ ૨૦૦૦ રૂપિયાની રહેલી છે. જો કે સરકારના કહેવા મુજબ આવકવેરા વિભાગના દરોડામાં જપ્ત કરવામા આવેલી રકમમાં ૨૦૦૦ રૂપિયાની નોટ વધારે મળી રહી નથી.
સરકારે વધારે માહિતી આપતા કહ્યુ છે કે વર્ષ ૨૦૧૭-૧૮માં વિભાગના દરોડા દરમિયાન જપ્ત કરવામાં આવેલી રકમમાં ૬૮ ટકા નોટ ૨૦૦૦ રૂપિયાની રહી હતી. જે આ વર્ષે ઘટીને ૪૩ ટકા થઇ ગઇ હતી. એવો અદાજ છે કે ૨૦૦૦ની નોટની સંખ્યા એટલા માટે પણ ઓછી થઇ રહી છે કે રિઝર્વ બેંકે આ નોટના પ્રવાહને ઘટાડી દીધો છે. સાથે સાથે લોકોને નોટબંધીની દહેશત પણ સતાવી રહી છે.
હવે ગેરકાયદે નાણાં જમા કરનાર લોકો નાની નોટને પ્રાથમિકતા આપી રહ્યા છે. સંસદમાં એક પ્રશ્નના જવાબમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને કહ્યુ છે કે છેલ્લા ત્રણ નાણાંકીય વર્ષોમાં રકમ જપ્ત કરવાને લઇને અભ્યાસની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેનાથી જાણવા મળ્યુ છે છે કે ૨૦૦૦ રૂપિયાની નોટ જપ્ત કરવામાં ઘટાડો થયો છે. છેલ્લા ત્રણ વર્ષમાં આ સંખ્યા ઘટીને ૬૭.૯ ટકાથી હવે ૪૩.૨ ટકા થઇ ગઇ છે.