ધર્મનો કોઇ પણ પૈસો સરકારની તિજાેરીમાં લેવાતો નથી ઃ નીતિન પટેલ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

હાલમાં જ મહંત કમલનયનદાસજીનું નિવેદન સામે આવ્યુ હતુ. જેને લઈ પૂર્વ નાયબ મુખ્યપ્રધાન અને ભાજપના અગ્રણી નેતા નીતિન પટેલે પ્રતિક્રિયા આપી છે. નીતિન પટેલે ધર્મના પૈસા બાબતે મહત્વનું નિવેદન આપ્યુ હતુ. રાજ્યના નાણાં વિભાગનો હવાલો સંભાળનારા નીતિન પટેલે કહ્યુ કે, સરકાર તો આપનાર છે, લેનાર નહીં. ધર્મનો એક પણ પૈસો સરકારી તિજાેરીમાં લેવાતો નથી. નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ અનેક ધાર્મિક કાર્યક્રમ થયા હોવાનું પૂર્વ નાયબ મુખ્યપ્રધાને કહ્યુ હતુ. આગળ પણ કહ્યુ હતુ કે, અંબાજી, પાવાગઢ, સોમનાથ, દ્વારકા મંદિરના વિકાસ કાર્યો કર્યા છે. મહંત કમલનયન દાસજીએ મંદિર વિધેયક મુદ્દે સવાલ ઉઠાવ્યા હતા. દાનના પૈસા સરકાર પાસેથી અન્ય કોમમાં જતા હોવાનો દાવો કર્યો હતો.

Share This Article