સુપ્રીમ કોર્ટે ૧૩ માર્ચના રોજ અગત્યની સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, કોઇ પણ વિદેશી લૉ ફર્મ ભારતમાં ઓફિસ સ્થાપી શકે નહીં. આ પ્રકારની ઓફિસ સ્થાપીને ભારતની અદાલતોમાં પ્રેક્ટિસ પણ ના થઇ શકે, પરંતુ વિદેશી લૉ ફર્મના કાયદાવિદે વિદેશી કાયદાઓ મુદ્દે ભારતીય કાયદાવિદને ફક્ત સલાહ આપી શકે.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ આદર્શ કુમાર ગોયલ, જસ્ટિસ ઉદય ઉમેશ લલિતની ખંડપીઠે કહ્યું હતું કે, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના કોડ ઓફ કન્ડક્ટ પ્રમાણે કોઇ પણ વિદેશી કાયદાવિદ્ ભારતમાં આવીને આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ લવાદમાં ભાગ લઈ જ શકે છે. કાયદાને લગતી સેવા આપતી બીપીઓ કંપનીઓ એડવોકેટ એક્ટના દાયરામાં આવતી નથી, પરંતુ છતાં તેઓ ભારતમાં ઓપરેટ કરી શકે છે. બોમ્બે અને મદ્રાસ હાઇકોર્ટ દ્વારા કરાયેલી એક અરજી મુદ્દે સુપ્રીમ કોર્ટે આ સ્પષ્ટતા કરી હતી. થોડા સમય પહેલાં મદ્રાસ હાઇકોર્ટે કહ્યું હતું કે, વિદેશી કાયદાવિદ ભારતમાં વિદેશી કાયદાને લગતી પ્રેક્ટિસ કરી શકે છે.