ઇઝરાયેલના બંધકોને મુક્ત કર્યા વિના હમાસ સાથે યુદ્ધવિરામ થઈ શકે નહીં ઃ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એક ઇનટરવ્યુ દરમિયાન કર્યો ખુલાસો
જેરુસલેમ-ઇઝરાયેલ: વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એબીસી સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે ઇઝરાયેલના બંધકોને મુક્ત કર્યા વિના હમાસ સાથે યુદ્ધવિરામ થઈ શકે નહીં. તેમણે કહ્યું કે આ યુદ્ધ પછી ઇઝરાયેલ ગાઝા પર અનિશ્ચિત સમય માટે કબજાે કરી લેશે. મુલાકાત દરમિયાન, નેતન્યાહૂએ ગાઝામાં માનવતાવાદી સહાય શરૂ કરવા વિશે વાત કરવાનો ઇનકાર કર્યો હતો. ઇન્ટરવ્યુ દરમિયાન, જ્યારે નેતન્યાહૂને પૂછવામાં આવ્યું કે યુદ્ધ સમાપ્ત થયા પછી ગાઝા પર કોણ શાસન કરશે.. તેના જવાબમાં નેતન્યાહુએ કહ્યું કે જીત બાદ ગાઝા પર ઈઝરાયેલનો કબજાે થઈ જશે. આ દરમિયાન નેતન્યાહૂને એ પણ કહેવામાં આવ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ જાે બિડેને કહ્યું છે કે ગાઝા પટ્ટી પર કબજાે કરવો ઇઝરાયેલ માટે મોટી ભૂલ હશે. આ પછી નેતન્યાહુએ કહ્યું કે ૭ ઓક્ટોબરે હમાસે શું કર્યું તે આખી દુનિયાએ જાેયું. હમાસ એક આતંકવાદી સંગઠન છે. ગાઝામાં તમામ સુરક્ષાની જવાબદારી ઈઝરાયેલની રહેશે. જાે આમ નહીં થાય તો હમાસ બીજું શું કરશે તે કહેવું મુશ્કેલ છે.. નેતન્યાહુએ કહ્યું કે જાે યુદ્ધવિરામ જાહેર કરવામાં આવશે તો તે આપણા યુદ્ધ પ્રયાસોને નુકસાન પહોંચાડશે. હમાસ આપણા નાગરિકોને છોડશે નહીં. ઇઝરાયેલના બંધકોને મુક્ત કર્યા પછી જ યુદ્ધવિરામ પર વાતચીત થશે. જ્યાં સુધી આવું નહીં થાય ત્યાં સુધી ગાઝામાં ઈઝરાયેલના હુમલા ચાલુ રહેશે. તમને જણાવી દઈએ કે હમાસે 240 થી વધુ લોકોને બંધક બનાવ્યા છે.. નેતન્યાહુએ કહ્યું કે આ યુદ્ધમાં આપણે પણ ઘણું સહન કર્યું છે. આપણા ઘણા જવાનો પણ શહીદ થયા છે. અમારી સંવેદના તેમના પરિવારો સાથે છે. પરંતુ મને આ યુદ્ધ જીતવાથી કોઈ રોકી શકશે નહીં. અમે જીતીશું અને આગળ વધીશું. બીજી તરફ ઈઝરાયેલના રક્ષા મંત્રી યોવ ગાલાંટે આર્મી હેડક્વાર્ટરની મુલાકાત લીધી હતી. હમાસના લક્ષ્યો સામે કરવામાં આવી રહેલી કાર્યવાહીનો સ્ટોક લીધો.. ગેલન્ટે હમાસની આતંકવાદી સુરંગોને નષ્ટ કરવાની સૂચના આપી હતી. તેમણે કહ્યું કે હમાસના આતંકવાદીઓ પાસે બે વિકલ્પ હશે. તેણે કાં તો સુરંગમાં મરી જવું જાેઈએ અથવા અમારી સેનાને બિનશરતી આત્મસમર્પણ કરવું જાેઈએ. હમાસ લડવૈયાઓ પાસે ત્રીજાે વિકલ્પ રહેશે નહીં. તેમની પાસે આ એકમાત્ર વિકલ્પ છે અને અમે આ રીતે અમારું કામ કરતા રહીશું.
મોહમ્મદ રફીની 100મી જન્મજયંતિ અંતર્ગત મ્યુઝિકલ પ્રોગ્રામ “સાઝ ઔર આવાઝ”નું આયોજન કરાયું
મોહમ્મદ રફીના અવાજ વગર હિન્દી સિને સંગીતની કલ્પના પણ કરી શકાય નહીં. તેમના શાસ્ત્રીય સંગીત પર આધારિત ગીતોની પણ અદભુત...
Read more