જૈશ અને તોઇબાની સામે કોઇ કાર્યવાહી થઇ નથી : અમેરિકા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

વોશિગ્ટન : અમેરિકાએ ફરી એકવાર ત્રાસવાદને લઇને પાકિસ્તાનની જોરદાર ઝાટકણી કાઢી છે. પાકસ્તાનની ટિકા કરતા કહેવામાં આવ્યુ છે કે પાકિસ્તાન હજુ પણ લશ્કરે તોયબા અને જેશે મોહમ્મદ જેવા ત્રાસવાદી સંગઠન માટે આદર્શ તરીકે છે. ત્રાસવાદીઓના સુરક્ષિત સ્વર્ગ તરીકે પાકિસ્તાનને ગણાવીને અમેરિકાએ કહ્યુ છે કે પાકિસ્તાનમાં વર્ષોથી ત્રાસવાદીઓ સામે કોઇ પગલા લેવામાં આવી રહ્યા નથી. પાકિસ્તાને પોતાની જમીનથી સક્રિય રહેલા ત્રાસવાદીઓ સામે કોઇ કાર્યવાહી કરી નથી જેથી ભારતમાં આ લોકો સતત હુમલા કરી રહ્યા છે. અમેરિકાએ પોતાના વાર્ષિક કન્ટ્રી રિપોર્ટ ઓન ટેરરિઝમ  કહ્યુ છે કે ત્રાસવાદીઓ ખતરનાક ઇરાદા ધરાવે છે.

અમેરિકાએ પોતાના રિપોર્ટમાં કહ્યુ છે કે પાકિસ્તાનમાં લશ્કરે તોયબાના લીડર અને મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદને જાન્યુઆરી ૨૦૧૭માં કસ્ટડીમાં લીધો હતો. ત્યારબાદ કોર્ટના આદેશ પછી નવેમ્બર ૨૦૧૭માં તેને છોડી મુકવામાં આવ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે પાકિસ્તાન સરકાર લશ્કરે તોયબા અને જેશને ખુલ્લી રીતે પૈસા એકત્રિત કરવા, ભરતી કરા અને ટ્રેનિંગ આપવાથી રોકવામાં આવી રહ્યા નથી. જા કે પાકિસ્તાની ચૂંટણી પંચે તોયબાના એક ગ્રુપની રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાનો તો ચોક્કસપણે ઇન્કાર કર્યો છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે પાકિસ્તાનમાં સક્રિય ત્રાસવાદી સંગઠનો ખુબ ઘાતક ટ્રેનિંગ યુવાનોને આપી રહ્યા છે. તેમને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ટિકાકારોની દલીલો છે કે પાકસ્તાનમાં મિલિટરી કોર્ટ પણ પારદર્શક નથી. તેનો ઉપયોગ સિવિલ સોસાયટીને શાંત કરવા માટે કરવામાં આવે છે. પાકિસ્તાન સતત વિશ્વ સમુદાયને ત્રાસવાદીઓ સામે કાર્યવાહીના નામે ગેરમાર્ગે દોરે છે. સુસાઇટ બોંબિંગ, લોકોની હત્યાઓ, વ્યÂક્ત, સ્કુલો, બજારો, સરકારી સંસ્થાઓ અને અન્ય જગ્યાઓ ઉપર રોકેટ હુમલા સતત રહ્યા છે. પાકિસ્તાનમાં સેના વધારે તાકાતવર થઇ ગઇ છે.

Share This Article