એન.કે.પ્રોટીન પ્રાઇવેટ લિમિટેડ અને કર્મા ફાઉન્ડેશનના સહયોગથી શ્રી નિલેશ કે પટેલ ગર્લ ચાઈલ્ડ સ્કોલરશીપ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત આર્થિક જ રીતે જરૂરિયાતમંદ વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક સહાય પૂરી પાડવામાં આવે છે.
આ સ્કૉલરશિપ એન. કે. પ્રોટીન્સ લિમિટેડ અને કર્મા ફાઉન્ડેશનની સંયુક્ત પહેલ છે. આ સ્કૉલરશિપ જાણીતા બિઝનેસમેન તેમજ એન. કે. પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર શ્રી નિલેશભાઈ પટેલની સ્મૃતિમાં શરૂ કરવામાં આવી હતી.
આ સ્કૉલરશિપને માર્ચ ૨૦૨૧માં શરૂ કરવામાં આવી હતી. આ સ્કોલરશીપ અંતર્ગત વાર્ષિક રૂ. ૩ લાખથી પણ ઓછી આવક ધરાવતા વંચિત પરિવારની દીકરીઓને શૈક્ષણિક સંસાધનો પૂરાં પાડીને મદદરૂપ થઈ શકાય.
આ સ્કોલરશીપ માટે https://nileshkpatel.com/scholarship-form-gcs/ વેબસાઈટ પર ફોર્મ તારીખ ૩૧ મે ૨૦૨૩ સુધી ભરી શકાશે. ત્યારબાદ પ્રાપ્ત થયેલ અરજીઓમાંથી માત્ર પસંદગી પામેલી દીકરીઓને સ્કોલરશીપ આપવામાં આવશે.
આ સ્કોલરશીપને લગતા સવાલનો જવાબ આપ નીચે જણાવેલ ઇમેઇલ આઇડી [email protected] પર મેઈલ કરીને પણ મેળવી શકો છો.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાની મહામારી બાદ આર્થિક રીતે સમાજનો એક એવો ભાગ પ્રભાવિત થયો છે કે, જેમની પાસે નાણાકીય સંસાધનો નહીં હોવાને કારણે બાળકોના શિક્ષણ પર તેની અસર જોવા મળી રહી છે. ત્યારે આ પ્રકારના પડકારજનક સમયમાં સમગ્ર ગુજરાતના આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓને શ્રી નિલેશભાઈ પટેલ ગર્લ ચાઇલ્ડ સ્કૉલરશિપનો લાભ મળશે. જેમના એક વર્ષના શિક્ષણનો ખર્ચ આ સ્કૉલરશિપ મારફતે પૂરો પાડવામાં આવશે. આ સ્કૉલરશિપ માટે અરજી કરનારા વિદ્યાર્થીઓમાંથી લાભાર્થીઓની પસંદગી કરવામાં આવશે.
અરજદારે આ સ્કોલરશીપ મેળવવા માટે તેમના શહેરનું, વિદ્યાર્થીનીનું પૂરું નામ, ઉંમર, ધોરણ, વિદ્યાર્થીનીનું આઇડી પ્રુફ, માતા-પિતાનું આઇડી પ્રુફ, ગયા વર્ષનું રિપોર્ટકાર્ડ, માહિતી આપનાર વ્યક્તિનું આઈડી પ્રૂફ, શાળાનું નામ, કુટુંબની વાર્ષિક આવકનો પુરાવો, સંપર્ક નંબર, ઈ-મેઈલ આઈડી પરિવારના સભ્યની, વિધાર્થીનીના ભાવિ લક્ષ્યો, સ્કોલરશીપ માટેની રકમ, વિદ્યાર્થીની સાથેનો સંબંધ વગેરે વિગતો તેમજ પુરાવા આપવા પડશે.
આ સાથો સાથ યોગ્યતાના માપદંડના આધારે સ્કોલરશીપ મળશે. જેમાં જો વિદ્યાર્થીની અનાથ હોય, જો વિદ્યાર્થીની સિંગલ-પેરન્ટ બાળક છે, કોઈપણ વિધાર્થીની કે જેના માતા-પિતા આર્થિક રીતે નબળા હોય (વાર્ષિક કૌટુંબિક આવક ૩લાખ રૂપિયા કરતાં વધુ નહીં.) તેમજ જો વિદ્યાર્થીની પ્રાથમિક, માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની વિદ્યાર્થી છે અને તેણે તેના છેલ્લા શૈક્ષણિક વર્ષમાં ઓછામાં ઓછા ૬૦ % ગુણ મેળવ્યા છે જેવી બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવશે.