કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ ટોલ ટેક્સ અંગે મોટી જાહેર કરી છે. જો તમે પણ મોટી સંખ્યામાં ટેક્સ ભરવાથી પરેશાન છો, તો તમારા માટે જ આ સમાચાર છે. હવે કોઇ પણ ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ ચૂકવામાંથી મુક્ત મળશે, જેની સંપૂર્ણ યાદી જાહેર કરવામાં આવી છે. આ લોકોએ ટેક્સ ભરવો પડતો નથી. ઉલ્લેખનીય છે કે, એનએચએઆઇ દ્વારા ટોલ ટેક્સ લેવામાં આવે છે. જો તમે હાઇવે પર ફોર વ્હીલર દ્વારા મુસાફરી કરો છો, તો તમારે ટેક્સ ચૂકવવો પડશે. બીજી તરફ જો તમે ટુ-વ્હીલર દ્વારા મુસાફરી કરો છો, તો તમારી પાસેથી ટોલ ટેક્સ લેવામાં આવતો નથી. ટુ-વ્હીલરખરીદતી વખતે જ ગ્રાહકો પાસેથી રોડ ટેક્સ વસૂલવામાં આવે છે. હાલમાં ટોલ ટેક્સની રકમ વાહનની લંબાઈ પર ર્નિભર કરે છે.
ભારતના રાષ્ટ્રપતિ ભારતના વડાપ્રધાન ભારતના મુખ્ય ન્યાયાધીશ ભારતના ઉપરાષ્ટ્રપતિ રાજ્યોના રાજ્યપાલ કેન્દ્રીય કેબિનેટ મંત્રી સુપ્રીમ કોર્ટના જજ લોકસભાના સ્પીકર કેન્દ્રીય રાજ્ય મંત્રી કેન્દ્રીય મંત્રી કેન્દ્રશાસિત પ્રદેશના લેફ્ટનન્ટ ગવર્નર સંપૂર્ણ જનરલ અથવા સમકક્ષનો હોદ્દો ધરાવતો ચીફ ઓફ સ્ટાફ રાજ્યની વિધાનસભાના અધ્યક્ષ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાજ્યની વિધાન પરિષદના પ્રમુખ હાઈકોર્ટના જજ ભારત સરકારના સચિવ કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ સંસદ સભ્ય આર્મી કમાન્ડર, વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ સંબંધિત રાજ્યમાં રાજ્ય સરકારના મુખ્ય સચિવ રાજ્યની વિધાનસભાના સભ્યો રાજ્યની મુલાકાતે આવેલા વિદેશી મહાનુભાવો આ લોકોએ ભરવો પડતો નથી. ટેક્સ યુનિફોર્મમાં કેન્દ્રીય અને રાજ્યના સશસ્ત્ર દળો, ઉપર સૂચિબદ્ધ ઉપરાંત અર્ધલશ્કરી દળો અને પોલીસ સહિત, અગ્નિશમન વિભાગો અથવાસંગઠનો, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું નિરીક્ષણ, સર્વેક્ષણ, બાંધકામ અથવા કામગીરી, હિયર્સ વાહનો, સંરક્ષણ મંત્રાલય અનેતે વિકલાંગો માટે બનાવેલા યાંત્રિક વાહનોને પણ આ ટેક્સ ચૂકવવો પડતો નથી.
ઉલ્લેખનીય છે કે, એક જ મુસાફરી માટે ટોલનો ખર્ચ અલગ છે. આવા સમયે તમારી પાસે રિટર્ન ટોલ ટેક્સ લેવાનો વિકલ્પ પણ છે. આ ઉપરાંત હાઈવે પર દરરોજ મુસાફરી કરતા લોકો પણ પાસની સુવિધાનો લાભ લઈ શકશે.