અમદાવાદ : ટ્રાન્ઝેક્શન એડવાઇઝરી સર્વિસિસ, ફંડ અને એસેટ મેનેજમેન્ટ સર્વિસિસમાં કાર્યરત નિસસ ફાઇનાન્સ સર્વિસિસ કંપની લિમિટેડનું પ્રારંભિક જાહેર ભરણું (આઇપીઓ) સબસ્ક્રિપ્શન માટે 04 ડિસેમ્બરના રોજ ખૂલશે અને 06 ડિસેમ્બર, 2024ના રોજ બંધ થશે. કંપની આઇપીઓ દ્વારા રૂ. 114.24 કરોડ એકત્ર કરવાની તથા બીએસઇ એસએમઇ પ્લેટફોર્મ ઉપર લિસ્ટ થવાની યોજના ધરાવે છે.
આઇપીઓમાં 63,46,400 ઇક્વિટી શેર્સના ઇશ્યૂમાં 56,45,660 ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ તથા 7,00,800 શેર્સનો ઓફર ફોર સેલ સામેલ છે. પ્રાઇઝ બેન્ડ પ્રતિ શેર રૂ. 170-180 નિર્ધારિત કરાયો છે.
ઇશ્યૂમાંથી પ્રાપ્ત ભંડોળનો ઉપયોગ ફંડ સેટઅપ, વધારાના લાઇસન્સ મેળવવા તેમજ આઇએફએસસી-ગિફ્ટ સિટી, ડીઆઇએફસી-દુબઇ અને એફએસસી-મોરેશિયસ જેવાં મહત્વપૂર્ણ નાણાકીય કેન્દ્રો ખાતે ફંડ મેનેજમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા માટે કરાશે. આ ઉપરાંત ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય બજારો માટે ફંડ ઉભું કરવાના ખર્ચ અને પ્લેસમેન્ટ ફી કવર કરવાની, તેની એસોસિયયેટ કંપની નિસસ ફિનકોર્પ પ્રાઇવેટ લિમિટેડમાં રોકાણ કરવાની પણ દરખાસ્ત છે, જેથી મૂડી આધારમાં વધારો કરી શકાય તેમજ કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે પણ ભંડોળ ઉપયોગમાં લેવાશે. એન્કર બુક બીડીંગ 03 નવેમ્બર, 2024ના રોજ ખૂલશે.