નિશા ઝા અન્ય ઘણી ભાષાની ફિલ્મ કરવા માટે ઉત્સુક બની

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ: ભોજપુરી સિનેમામાં નવા કલાકારો પૈકી સૌથી વધારે ધમાલ મચાવી રહેલી નિશા ઝા હવે અન્ય ભાષાની ફિલ્મો કરવા માટે પણ ઇચ્છુક છે. તેનુ કહેવુ છે કે તે કોઇ એક ભાષાની ફિલ્મ કરવા માટે ઇચ્છુક નથી. તેની હિન્દી ફિલ્મોમાં પણ વધારો કામ કરવાની ઇચ્છા છે. બિહારની પટકથા પર ફિલ્મ મળશે તો તે ચોક્કસપણે કરશે. નિશા ઝા હાલમાં ભોજપુરી ફિલ્મમાં ધમાલ મચાવી રહી છે. ઝાનુ કહેવુ છે કે બિહાર અને ખાસ કરીને મિથિલાના લોકોની માસુમિયત ખુબ પ્યારી હોય છે. તેમની માસુમિયતને તે ખુબ પસંદ કરે છે. જેથી બિહારી પટકથા પર ફિલ્મ કરવાની તેની ઇચ્છા રહેલી છે.

હાલના દિવસોમાં બિહારની પુત્રીઓ ફિલ્મમાં વધુને વધુ પ્રવેશ કરી રહી છે. તેમા હવે એક નવુ નામ દરભંગાના લક્ષ્મીસાગર વિસ્તારમાં રહેનાર અને ૧૨માં ધોરણમાં અભ્યાસ કરનાર નિશા ઝાંનુ જોડાઇ ગયુ છે. તે હાલમાં જ ભોજપુરી ફિલ્મ મારફતે ફિલ્મમાં એન્ટ્રી કરી ચુકી છે. તે ભારે ચર્ચામાં રહેલી ફિલ્મ સંઘર્ષમાં ખેસારીલાલના પુત્રીની ભૂમિકા અદા કરી છે. બાળપણથી જ પોતાના ઘરમાં પોતાની માતા પાસેથી અભિનય શિખનાર નિશા ભોજપુરી ફિલ્મ ઉપરાંત અન્ય ભાષાની ફિલ્મ કરવા માટે પણ ઉત્સુક છે.

આજે નિશા નાનાથી લઇને મોટા પરદા પર ધુમ મચાવી રહી છે. નિશા ઝા ભોજપુરી ફિલ્મમાં હાલમાં સૌથી આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી છે. તેની પાસે ભોજપુરી ફિલ્મોની તો અનેક નવી ઓફર આવી રહી છે. જા કે તે માત્ર ભોજપુરી સુધી મર્યાદિત રહ્યા વગર અન્ય અભિનેત્રીઓની જેમ જ તે સારી ફિલ્મો મળે તે કરવા માટે ઉત્સુક છે. તેની પાસે કેટલીક હિન્દી ફિલ્મોની ઓફર પણ આવી હોવાના હેવાલ મળ્યા છે . જો કે આ અહેવાલને હજુ સુધી સમર્થન મળ્યુ નથી. નિશાની ચર્ચા ભોજપુરી ફિલ્મના ચાહકોમાં હાલમાં જાવા મળી રહી છે.ભોજપુરી ફિલ્મો નિશાને વધારે પસંદ છે.

 

Share This Article