નિરવ મોદીને તેના કરેલા કૌભાંડને લીધે દરેક લોકો ઓળખતા થયા છે. નિરવ મોદીએ ફક્ત પંજાબ નેશનલ બેંકને જ ચૂનો નથી લગાવ્યો તેણે દુબઇ અને હોંગકોંગની બેંકમાં પણ લોન લેવા માટે એપ્લાય કર્યુ હતુ. પંજાબ નેશનલ બેંક દ્વારા કરાયેલા સર્વેમાં આ વાત સામે આવી છે. રિપોર્ટ અનુસાર નિરવ મોદીએ આંતરરાષ્ટ્રીય બેંકમાં કરેલ લોનની એપ્લીકેશન મંજૂર પણ થઇ ગઇ હતી.
જ્યાં સુધી નિરવ મોદી ઇન્ટરનેશનલ બેંકમાંથી લોન લે ત્યાં સુધી તો તેના કામનો પર્દાફાશ થઇ ગયો હતો. પંજાબ નેશનલ બેંકના રિપોર્ટ અનુસાર આ બંને બેંકમાંથી નિરવ મોદી સામે કૌભાંડની કમ્પ્લેન આવી નથી. જ્યાં સુધી નિરવ મોદી આંતરરાષ્ટ્રીય બેંક પાસેથી રૂપિયા લે તે પહેલા જ તેનો ભાંડો ફૂટી ગયો હતો. નિરવ મોદીએ ભારતમાંથી કરોડો રૂપિયાની લોન લીધી હતી. બાદમાં તે લોન ચૂકતે ના કરી શક્યો અને ભારત છોડીને વિદેશ જતો રહ્યો.
વિજય માલ્યાની જેમ નિરવ મોદીએ પણ બેંક પાસેથી કરોડો રૂપિયાની લોન લઇને ચૂકતે ના કરી, એટલુ જ નહી પરંતુ તે કોઇ પણ સફાઇ આપ્યા વગર વિદેશ જતાં રહ્યાં છે.