હિપ-હોપ સ્ટાર શોધવા રેડબુલ દ્વારા હવે નિરમામાં રજિસ્ટ્રેશન

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદ : પ્રથમ આવૃત્તિ સફળતાપૂર્વ સંપન્ન થયા બાદ રેડ બુલ સ્પોટલાઇટ હવે સિઝન-૨માં પાછી ફરી છે. આ સમયે ભારતના હવે પછીના હિપ-હોપ સ્ટારની શોધ કરવામાં આવશે. રેડબુલ દ્વારા હિપ-હોપ સ્ટાર માટે સ્પર્ધકોનું રજિસ્ટ્રેશન આગામી દિવસોમાં કરવામાં આવશે. જેમાં તા.૨૦મી ફેબ્રુઆરીએ અમદાવાદની એસ.જી.હાઇવે પર આવેલી નિરમા યુનિવર્સિટી ખાતે સાંજે પાંચ વાગ્યાથી રજિસ્ટ્રેશન શરૂ થશે.

આ જ પ્રકારે હૈદ્રાબાદમાં તા.૧૬મીએ અને તા.૨૨મીએ ગૌહત્તી ખાતે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરાશે.  દેશભરમાં ૧૦ શહેરો જેમ કે મુંબઇ, દિલ્હી, બેંગલોર, કોલકાતા, ચેન્નઇ, હૈદરાબાદ, ગૌહત્તી, પૂણે, અમદાવાદ અને ચંદીગઢમાં  સ્પર્ધાને ચાલુ મહિનાના પ્રારંભમાં કોલકાતામાં શરૂ કરવામાં આવી હતી અને ત્યાર બાદ બેંગાલુરુ અને મુંબઇમાં શરૂ કરવામાં આવી હતી. શહેરના અનેક રાઉડ બાદ, પ્રત્યેત શહેરમાંથી એક વિજેતા ફાઇનલ્સ માટે મુંબઇ આવશે, જેમાં પ્રત્યેક ફાયનાલિસ્ટના શોકેસ બાદ એક રાષ્ટ્રીય વિજેતાને તાજ પહેરાવવામાં આવશે. રાષ્ટ્રીય વિજેતાને વ્યાવસાયિક સ્ટુડીઓમાં પોતાનું ફુલ લેન્થ આલ્બમનું રેકોર્ડ કરવા માટેની તક આપવામાં આવશે, તેમજ વધુમાં આખી પ્રેસ કીટ- અને મ્યુઝિક વિડીયો સહિતના અન્ય લાભો અપાશે.

વધુમાં પ્રત્યેક શહેરના વિજેચાઓને વિડીયો સાથે એક ગીતનું રેકો‹ડગ કરવા માટે સ્ટુડીઓ ટાઇમ અપાશે. રેડબુલની હિપ-હોપ સ્ટાર શોધ સ્પર્ધાને લઇ અમદાવાદ સહિત દેશભરના સંબંધિત શહેરોના સ્પર્ધકોમાં ભારે ખુશી અને ઉત્સાહની લાગણી છવાઇ છે.

Share This Article