સાત વર્ષ પહેલા રાષ્ટ્રીય પાટનગર દિલ્હી સહિત દેશભરને હચમચાવી મુકનાર નિર્ભયા ગેંગ રેપ કેસની આજે સાતમી વરસી છે. આ વિતેલા વર્ષોમાં મહિલાઓની સુરક્ષા પાસા સાથે સંબંધિત સ્થિતી બદલાઇ ગઇ છે કે કેમ તે અંગે ચર્ચા ચાલી રહી છે. દોષિતોને પુરતી સજા મળવા માટેના કાયદા બની ગયા છે કે કેમ તેની પણ ચર્ચા છે.
આ દરમિયાન નિર્ભયાની માતાએ જે કહ્યુ હતુ કે સાત વર્ષ વિતી ગયા હોવા છતાં તે ન્યાય મેળવી લેવા માટે સંઘર્ષ કરી રહી છે. આજે વરસીએ નિર્ભયાની માતા આશાદેવીએ કહ્યું હતું કે, નિર્ભયાના અપરાધી આજે જીવિત છે જે કાનૂનની હાર છે. તમામ યુવતીઓને તેઓ કહેવા માંગે છે કે તેઓ નબળી નથી. અપરાધીઓના મનમાં કોઇ દહેશત હજુ પણ નથી.
ગેંગરેપ કેસની સાતમી વરસી પર ભોગ બનેલી યુવતીના માતાપિતા આજે નિરાશ થયેલા છે. માતાપિતાએ કહ્યુ છે કે અમે નિષ્ફળ સાબિત થયા છીએ. પુત્રી માટે ન્યાય મેળવવામાં અમે ફ્લોપ રહ્યા છીએ. ન્યાય માટેની હવે કોઇ આશા દેખાતી નથી. નિરાશ થયેલા ભોગ બનેલી યુવતીના પિતાએ કહ્યુ છે કે દરરોજ યાદ વધુને વધુ તાજી બનતી જાય છે. પુત્રી માટે ન્યાય પણ અમે મેળવી શક્યા નથી. પિતાના કહેવા મુજબ બનાવને સાત વર્ષનો ગાળો થઇ ગયો છે પરંતુ ચાર અપરાધીને હજુ સુધી ફાંસી મળી નથી. અમારી વાત કોણ સાંભળશે. છેલ્લા સાત વર્ષથી અમે ન્યાયની આશામાં દરેક દરવાજા પર જઇ રહ્યા છીએ. જો કે તે સફળતા મળી રહી નથી.